ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / થરાદના વાડીયા ગામના ગ્રામ્યજનોએ કર્યો ગુજરાતી ફિલ્મ ''શક્તિ''નો વિરોધ, કહ્યું ''બાળકોના ભવિષ્ય...''

રજૂઆત / થરાદના વાડીયા ગામના ગ્રામ્યજનોએ કર્યો ગુજરાતી ફિલ્મ ''શક્તિ''નો વિરોધ, કહ્યું ''બાળકોના ભવિષ્ય...''

Published By: Vishal Khamar

Last Updated: 03:11 PM, 13 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થરાદના વાડીયા ગામના રહીશોએ ગુજરાતી ફિલ્મ શક્તિનો વિરોધ કર્યો છે. તેમજ કલેક્ટરને આવેદનપત્ર આપી ફિલ્મ રીલીઝ ન કરવા રજૂઆત કરી છે.

ADVERTISEMENT

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વાડીયા ગામમાં આવનાર ગુજરાતી ફિલ્મ ‘શક્તિ’ને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગામલોકોએ આરોપ લગાવ્યો છે કે ફિલ્મમાં તેમના ગામ વિશે ખોટી અને અપમાનજનક રજૂઆત કરવામાં આવી છે, જેના કારણે ગામની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચી શકે છે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ 10 ફેબ્રુઆરીએ ફિલ્મનો ટ્રેલર રિલીઝ થયા બાદથી જ ગ્રામજનોમાં અસંતોષ વ્યાપ્યો હતો. ટ્રેલરમાં દર્શાવવામાં આવેલા કેટલાક દૃશ્યોને લઈને ગામના રહીશો વાંધો ઉઠાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે ફિલ્મમાં ગામની જૂની કે ખોટી છબી રજૂ કરવામાં આવી છે, જે હાલની વાસ્તવિક પરિસ્થિતિથી વિપરીત છે.

દેવાભાઈ વાડિયા (સ્થાનિક અગ્રણી )

આગામી 27 ફેબ્રુઆરીએ ફિલ્મ રિલીઝ થવાની છે. તે પહેલા જ ગ્રામજનો કલેક્ટરને આવેદનપત્ર આપી ફિલ્મની રિલીઝ રોકવા માંગ કરી છે. આવેદનમાં જણાવાયું છે કે હાલ ગામના લોકો ખેતી, પશુપાલન અને મજૂરી દ્વારા સન્માનપૂર્ણ જીવન જીવી રહ્યા છે અને ગામના બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે. આવી સ્થિતિમાં ફિલ્મમાં ખોટી રજૂઆતથી યુવાનોના ભવિષ્ય પર માઠી અસર પડી શકે છે.

આ પણ વાંચોઃ હવે કોંગ્રેસે પણ વિધાનસભા ઉપાધ્યક્ષ માટેના ઉમેદવાર ઉતાર્યા, જુઓ કોને ઉમેદવારી નોંધાવી?

ગ્રામજનોનું કહેવું છે કે જો ફિલ્મમાં દર્શાવાયેલા દૃશ્યો દૂર નહીં કરવામાં આવે તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે. સાથે જ ફિલ્મ સાથે સંકળાયેલા જવાબદારો સામે કાનૂની કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Banaskantha news Banaskantha Tharad

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ