બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હવે કોંગ્રેસે પણ વિધાનસભા ઉપાધ્યક્ષ માટેના ઉમેદવાર ઉતાર્યા, જુઓ કોને ઉમેદવારી નોંધાવી?
Last Updated: 12:29 PM, 13 February 2026
Gujarat Assembly News: ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદની ચૂંટણી 16 ફેબ્રુઆરીએ યોજવામાં આવશે. વિધાનસભા દ્વારા આ અંગે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે જેઠા ભરવાડે ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા પછી આ જગ્યા ખાલી પડી હતી. હવે આ પદ માટે ચૂંટણી યોજવામાં આવી રહી છે. જારી કરવામાં આવેલા સત્તાવાર નોટિફિકેશન મુજબ ઉમેદવારોએ આજે 13 ફેબ્રુઆરી બપોરે 12 વાગ્યા પહેલાં તેમના ઉમેદવારી ફોર્મ ભરવાના રહેશે. ત્યારબાદ 16 ફેબ્રુઆરીએ વિધાનસભામાં ઉપાધ્યક્ષ પદની ચૂંટણી યોજવામાં આવશે. આ પદ માટે કોંગ્રેસ પક્ષે પણ માંગણી કરી છે.
ADVERTISEMENT
જેઠા ભરવાડ વિધાનસભાના ઉપાધ્યક્ષ હતા. તેમણે અન્ય જવાબદારીઓને કારણે ડિસેમ્બર 2025માં આ પદેથી રાજીનામું આપી દીધું હતું. જેઠા ભરવાડે રાજીનામું આપતા ઉપાધ્યક્ષ પદની જગ્યા ખાલી હતી. હવે નવા ઉપાધ્યક્ષની પસંદગી માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વિધાનસભા ઉપાધ્યક્ષ પદની ચૂંટણીને લઈને રાજ્યની રાજનીતિમાં ચહલપહલ તેજ બની છે. શાસક પક્ષ અને વિપક્ષ બંનેએ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારતાં સ્પર્ધા રસપ્રદ બનવાની શક્યતા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
બીજી તરફ કોંગ્રેસ પણ મેદાનમાં ઉતરશે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર પણ ઉપાધ્યક્ષ પદ માટે આજે જ ઉમેદવારી ફોર્મ ભરશે. એટલે હવે બિનહરીફ ચૂંટણીની સંભાવના રહી નથી અને ગૃહમાં મતદાન થવાનું નિશ્ચિત બન્યું છે. વિપક્ષે ઉપાધ્યક્ષ પદ માટે પોતાના ઉપનેતા ની ઉમેદવારી નોંધાવી છે. બે ધારાસભ્યોએ તેમના નામને ટેકો આપ્યો હોવાનું જાણવા મળે છે.
ADVERTISEMENT

શાસક પક્ષ એ સિનિયર નેતા અને પૂર્વ મંત્રી નું નામ ઉપાધ્યક્ષ પદ માટે જાહેર કર્યું છે. સુરત પશ્ચિમના ધારાસભ્ય અને OBC નેતા તરીકે ઓળખાતા પૂર્ણેશ મોદી 11 વાગ્યે વિધાનસભામાં ફોર્મ ભરશે. પક્ષ દ્વારા તેમને ઉપાધ્યક્ષ પદની જવાબદારી સોંપવામાં આવી છે. અગાઉથી દક્ષિણ ગુજરાતમાંથી ઉપાધ્યક્ષ બનાવવાની ચર્ચા ચાલી રહી હતીજે હવે પૂર્ણેશ મોદીના નામ સાથે સ્પષ્ટ થઈ છે. ફોર્મ ભરતી વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી ઋષિકેશ પટેલ તેમજ કામકાજ સલાહકાર સમિતિના સભ્યો હાજર રહેશે તેવી માહિતી મળી રહી છે. સત્તારૂઢ પક્ષે પૂર્ણેશ મોદીના નામ પર સત્તાવાર મોહર મારી દીધી છે. હાલમાં બંને પક્ષોની રણનીતિને કારણે વિધાનસભા ઉપાધ્યક્ષની ચૂંટણી પર સૌની નજર ટકેલી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ગાંધીનગરના રાજકીય વર્તુળોમાં આજે આખો દિવસ આ ઘટનાને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે. હવે સત્તાવાર જાહેરાત બાદ ગુજરાત વિધાનસભાને નવા ઉપાધ્યક્ષ મળશે. જો કોઈ ઉમેદવાદ બિનહરીફ ચૂંટાઈ આવે છે તો તો આવનારા સત્રોમાં ગૃહના કારોબાર સંચાલનમાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહે છે. વિધાનસભાના નિયમો અનુસાર ઉપાધ્યક્ષ ગૃહના સંચાલનમાં અધ્યક્ષને સહયોગ આપે છે અને અધ્યક્ષની ગેરહાજરીમાં ગૃહની કાર્યવાહી સંભાળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.