બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રિંગ રોડ પર ઝુંડાલ ગરનાળું બંધ કરાતા વાહનચાલકો હેરાન, ઓફિસ-કોલેજ માટે 2 કિમી ફરવાનો વારો

અમદાવાદ / રિંગ રોડ પર ઝુંડાલ ગરનાળું બંધ કરાતા વાહનચાલકો હેરાન, ઓફિસ-કોલેજ માટે 2 કિમી ફરવાનો વારો

Priyankka Triveddi

Last Updated: 10:50 AM, 13 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદના રિંગ રોડ પર ફરી વાહન ચાલકોને પરેશાનીનો ભોગ બનવું પડ્યું છે. ઝુંડાલ ગરનાળાને બંધ કરાતા ભારે ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે.

Ahmedabad News: શહેરના રિંગ રોડ પર ઝુંડાલ ગરનાળું અચાનક બંધ કરવામાં આવતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સવારે કામગીરી શરૂ થતાં જ ગરનાળું તમામ પ્રકારના વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે.

ફોર વ્હીલર માટે લોખંડના બેરિયર્સ, ટુ વ્હીલર ચાલકોને પણ હાલાકી

તંત્ર દ્વારા ફોર વ્હીલર વાહનો માટે ગરનાળું બંધ કરવા લોખંડના બેરિયર્સ મૂકવામાં આવ્યા છે. જોકે, બેરિયર્સ મૂકવાના કારણે બાઈક ચાલકો પણ અવરજવર કરી શકતા નથી. પરિણામે, બંને તરફ લાંબી વાહન કતારો જોવા મળી રહી છે. ગરનાળું બંધ થવાના કારણે લોકોને હવે અંદાજે 2 કિલોમીટર જેટલો વધારાનો ફેરો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે હિલ્લોક પાસેનો કટ પહેલેથી જ બંધ છે અને હવે ગરનાળું પણ બંધ થતાં પરિસ્થિતિ વધુ કઠિન બની છે.

garnalu

આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ સખત ટ્રાફિક વાળો રસ્તો છે અને સતત વાહન વ્યવહારના લીધે અકસ્માત પણ સર્જાય શકે છે. આ અંગે વાત કરતાં સ્થાનિક યુવરાજે જણાવ્યું કે,

yuvraj
"આ રેસિડેન્શિયલ એરિયા છે અને અંહિયા કુલ 3 રૂટ્સ બંધ કરી દેવાયા છે. જો આવામાં પબ્લિક જાય તો જાય ક્યાં? આ કામ સવારે કરે છે તેના લીધે બધાના ટાઈમ કન્ઝ્યુમ વધારે થાય છે અને ઓફિસ અને કોલેજ જવામાં મોડું થાય છે. આ કામ રાતે કરતાં હોય તો સમય બચી શકે. આ બેરીકેટ્સ લગાવવાથી ખૂબ ફરીને જવું પડે છે અને ટ્રાફિક જયાં અને સિગ્નલના લીધે નાહકનો સમય વેસ્ટ થાય છે. "

અન્ય એક સ્થાનિક મયંક જોશીએ જણાવ્યું કે,

"આ ગરનાળું બંધ કર્યું તેના લીધે ખૂબ તકલીફ થાય છે. સવારે ઓફિસ જવાના સમયે વધારે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે. જો આ કામ રાતના સમયે કરવામાં આવે તો સારું કારણ કે ત્યારે માણસોની અવર જવર ઓછી હોય છે. આ કામને 3 મહિના થઈ ગયા છે. અને આના લીધે ઓફિસમાં 30 મિનિટથી 1 કલાક જેટલું મોડું થાય છે."
zundal

સ્થાનિકોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “અમે લોકો તો ત્રાસી ગયા છીએ, તેઓ સવારે જ કામ શરૂ કરે છે. જો રાત્રે કામગીરી કરવામાં આવે તો સવારે ઓફિસ જતાં લોકોને હેરાન ન થવું પડે.” લોકોનું કહેવું છે કે આવા નિર્ણયોથી સવારે ઓફિસ પહોંચવામાં મોડું થાય છે અને દૈનિક જીવન પર સીધી અસર પડે છે.

આ પણ વાંચો: વેજલપુરમાં જૂની અદાવતમાં ફાયરિંગ, યુવકને પગમાં ગોળી મારી આરોપીઓ ફરાર

vtv app promotion

તંત્રના મેનેજમેન્ટ પર સવાલ

સ્થાનિકોનું માનવું છે કે તંત્ર યોગ્ય આયોજન વિના કામ કરી રહ્યું છે. “તંત્ર કેવી રીતે મેનેજમેન્ટ કરે છે એ સમજાતું જ નથી,” એવી પ્રતિક્રિયા લોકો આપી રહ્યા છે. હાલમાં ગરનાળું ક્યારે સુધી બંધ રહેશે તે અંગે તંત્ર તરફથી સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Zundal Garnalu Closed Ahmedabad Ring Road AhmedabadTrafiic News
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ