ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વેજલપુરમાં જૂની અદાવતમાં ફાયરિંગ, યુવકને પગમાં ગોળી મારી આરોપીઓ ફરાર

અમદાવાદ / વેજલપુરમાં જૂની અદાવતમાં ફાયરિંગ, યુવકને પગમાં ગોળી મારી આરોપીઓ ફરાર

Published By: Priyankka Triveddi

Last Updated: 09:26 AM, 13 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedavad News: અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ગઇકાલે મોડી રાતે ફાયરિંગની ઘટના બની હતી. જૂની અંગત અદાવતમાં આ હુમલો થયો હોવાનું પ્રાથમિક વિગતમાં બહાર આવ્યું છે ત્યારે હાલ પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

ADVERTISEMENT

Ahmedabad News: અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં રાત્રે લગભગ 2 વાગ્યાના આસપાસ ચાની કીટલી પાસે અચાનક ફાયરિંગની ઘટના સામે આવી છે. જૂના ઝગડાની અદાવતમાં થયેલા આ હુમલાથી વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો.

જૂના ઝગડાની અદાવતમાં હુમલો

મળતી પ્રાથમિક માહિતી મુજબ આરોપી અરબાઝ અને તેના બે મિત્રો દ્વારા મુદસર અહેમદખાન પઠાણ પર જાનથી મારી નાખવાના ઇરાદે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આરોપીઓ સાથે આવેલા સાગરિતો પાસે છરીઓ અને બંદૂક જેવી હથિયારો પણ જોવા મળ્યા હતા.

પગના ભાગે ગોળી મારીને ફરાર

ફાયરિંગ દરમિયાન એક ગોળી યુવકના જમણા પગના પંજાના ભાગે વાગી હતી. જ્યારે બીજી ગોળી ચાની કીટલી તરફ ફાયર કરવામાં આવી હતી. ગોળીબારીના અવાજથી આસપાસના લોકો ભેગા થઈ જતા આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો: 'તમારી છોકરીને મારી નાખી છે' વેલેન્ટાઈન ડે પહેલા અમદાવાદમાં યુવકે પ્રેમિકાનું માથું છુદી નાખ્યું

vtv app promotion

BNS અને Arms Act હેઠળ ગુનો નોંધાયો

ઘટનાને પગલે પોલીસે (BNS) અને સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે. ત્યારે કોઈ જૂન અદાવતને કારણે જયાંથી મારી નાખવાના ઇરાદે આવેલા ઇસમોએ અડધી રાતે ફાયરિંગ કરતાં આસપાસના લોકોમાં ડર અને ગભરાટની સ્થિતિ જોવા મળી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Firing Vejalpur Incident અમદાવાદ ફાયરિંગ samachar

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ