બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'તમારી છોકરીને મારી નાખી છે' વેલેન્ટાઈન ડે પહેલા અમદાવાદમાં યુવકે પ્રેમિકાનું માથું છુદી નાખ્યું
Last Updated: 06:35 PM, 12 February 2026
Ahmedabad News: અમદાવાદના કાંકરિયા લેક પાસે પ્રોમિસ ડેની રાત્રે એક ચોંકાવનારો હત્યાકાંડ બન્યો છે. એક 17 વર્ષની સગીર યુવતીની તેના જ મંગેતરે પથ્થર મારીને નિર્મમ હત્યા કરી દીધી. પથ્થરથી માથું છુદીને યુવતીની હત્યા કર્યા બાદ આરોપીએ પોતે જ યુવતીના પિતાને ફોન કર્યો અને પછી પોલીસ સ્ટેશનમાં હાજર થયો. આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે. મણિનગર પોલીસે હત્યાનો ગુનો નોંધીને મોહમ્મદ ઉવૈશ પઠાણ નામના આરોપીની ધરપકડ કરી લીધી છે. સગાઈ તોડવાની વાત પર મોહમ્મદ ઉવૈશ પઠાણે પોતાની મંગેતરની હત્યા કરી દીધી.
ADVERTISEMENT
પ્રોમિસ ડેની રાત્રે અંદાજે 10:30 વાગ્યાની આસપાસ કાંકરિયા લેકના ગેટ નંબર 7 પાસે આ ઘાતકી ઘટના બની હોવાનું સામે આવ્યું છે. મોહમ્મદ ઉવૈશ પઠાણે ગોમતીપુર વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીર યુવતીને કાંકરિયા લેક પાસે મળવા બોલાવી હતી. ત્યાં પહોંચ્યા બાદ આરોપીએ કોટા સ્ટોનની ધારદાર અણીવાળી જગ્યાનો ઉપયોગ કરી યુવતીની ઘાતકી હત્યા કરી દીધી. ચોંકાવનારી બાબત એ છે કે યુવતીને માથામાં પથ્થર મારીને હત્યા કર્યા પછી આરોપી ઉવૈશે યુવતીના પિતા નાસીરભાઈને ફોન કર્યો. ફોન પર તેણે કહ્યું કે, "તમારી બેબીને મારી નાંખી છે. હું પોલીસ સ્ટેશન હાજર થવા જઈ રહ્યો છું." ત્યારબાદ ઉવૈશ પોતે જ પોલીસ સ્ટેશન પહોંચી ગયો અને પોલીસને હત્યાની જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક તેની ધરપકડ કરી લીધી.
ADVERTISEMENT

ADVERTISEMENT
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક સગીર યુવતી અને આરોપી મોહમ્મદ ઉવૈશ વચ્ચે ચાર-પાંચ મહિના પહેલાં સગાઈ નક્કી થઈ હતી. પરંતુ ઉવૈશનો સ્વભાવ ઉગ્ર હતો અને તેનો વ્યવહાર સારો ન હોવાથી યુવતી તેની સાથે લગ્ન કરવા ઈચ્છતી ન હતી. મૃતકે એક દિવસ પહેલાં જ ઉવૈશ સાથે સગાઈ કરવાનો ઇનકાર કરી દીધો હતો. આ વાતથી શંકા રાખીને આરોપીએ સગીરાને મળવા બોલાવી આ ખૂની પગલું ભર્યું.
આ પણ વાંચો: વડોદરાની બેંકના લોકરમાંથી 45 તોલા સોનું ગાયબ થતાં હડકંપ, ગ્રાહકો તાબડતોબ બેંકમાં દોડ્યા
ADVERTISEMENT
માહિતી પ્રમાણે, મૃતક સગીરા ગોમતીપુર વિસ્તારમાં રહેતી હતી. આરોપી મોહમ્મદ ઉવૈશ પઠાણ વટવાના સૈયદવાડી વિસ્તારમાં રહે છે અને ફ્રિજ રિપેરિંગનું કામ કરે છે. મૃતકના પિતા નાસીરભાઈ દીકરીની હત્યાથી આઘાતમાં છે. તેમણે આરોપીને મોતની સજા મળે તેવી માંગ કરી છે.
ADVERTISEMENT
મણિનગર પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે ઘટનાસ્થળે FSL ટીમની મદદથી તપાસ શરૂ કરી દીધી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર સંબંધમાં નિષ્ફળતા બાદ હિંસા તરફ વળવાના સમાજમાં વધતા કિસ્સાને ઉજાગર કર્યા છે. પ્રોમિસ ડે પર આવી નિર્મમ હત્યાથી સમગ્ર શહેર હચમચી ગયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.