ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરાની બેંકના લોકરમાંથી 45 તોલા સોનું ગાયબ થતાં હડકંપ, ગ્રાહકો તાબડતોબ બેંકમાં દોડ્યા

ક્રાઇમ / વડોદરાની બેંકના લોકરમાંથી 45 તોલા સોનું ગાયબ થતાં હડકંપ, ગ્રાહકો તાબડતોબ બેંકમાં દોડ્યા

Published By: Vidhata Gothi

Last Updated: 06:08 PM, 12 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara Crime News: વડોદરાની કોસ્મોસ બેંકના લોકરમાંથી લાખોનું સોનું ગાયબ થયું હોવાનો મામલો સામે આવ્યો છે. લોકરમાંથી 45 તોલા દાગીના ગાયબ થઈ ગયા. એવામાં હવે બેંકની સુરક્ષા પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

ADVERTISEMENT

Vadodara News: બેંકમાં તમારા દાગીના સુરક્ષિત નથી! વડોદરામાં બેંક લોકરમાંથી સોનાના દાગીના ગાયબ થવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. વાઘોડિયા રોડ આવેલી કોસ્મોસ કો-ઓપરેટિવ બેંકના લોકરમાંથી એક ગ્રાહકના 45 તોલા સોનાના દાગીના ગાયબ થયા હોવાનો આક્ષેપ લાગ્યો છે. આ ઘટનાએ બેંકની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

ગ્રાહક જ્યારે પોતાનું બેંક લૉકર એક્સેસ કરવા ગયો ત્યારે જાણવા મળ્યું કે લોકરની એલ્યુમિનિયમની પેટીનું તાળું ગાયબ છે. જ્યારે પેટી ખોલી તો તેમાં રાખેલા તમામ સોનાના દાગીના ચોરાઈ ગયા હોવાનું સામે આવ્યું. તાળું તૂટ્યા વગર બેંકના લોકરમાંથી આ રીતે દાગીના ચોરાઈ જવા એ ખૂબ જ ચોંકાવનારી બાબત છે.

બેંક મેનેજર પાસે કોઈ જવાબ નહીં

ગ્રાહકે બેંક મેનેજરને આ અંગે જાણ કરી, પરંતુ મેનેજર પાસે આનો કોઈ જવાબ નહોતો. ગ્રાહકે બેન્ક મેનેજર પર મામલો "અંદરો અંદર ઉકેલવા"નું સૂચન કરવાનો આક્ષેપ લગાવ્યો છે. આ અંગે કોઈ સંતોષકારક જવાબ ન મળતાં ગ્રાહકે પોલીસનો સંપર્ક કરી રજૂઆત કરી. તાળું તૂટ્યા વગર લોકરમાંથી દાગીના ગાયબ થવાથી બેંક સુરક્ષા પર સવાલ ઉઠયા છે.

vtv app promotion

અન્ય ગ્રાહકોમાં ફફડાટ

આ મામલાની જાણ થતાં જ બેંકમાં લોકર ધરાવતા અન્ય ગ્રાહકો પણ ચિંતાતુર થઈને બેંકમાં દોડી આવ્યા. લોકોએ તાત્કાલિક પોતાના લોકર તપાસવાની માંગ કરી હતી. બેંક મેનેજરે તમામ ગ્રાહકોને રોકાણ આપ્યા અને રોકાણ પ્રમાણે એક પછી એક લોકર જોવા આવવા કહ્યું. બેંકમાં લોકર ધરાવતા અન્ય ગ્રાહકોમાં ભય અને ચિંતાનું વાતાવરણ છવાઈ ગયું છે. લોકો પોતાના દાગીના સુરક્ષિત છે કે નહીં તે અંગે શંકામાં છે.

આ પણ વાંચો: ધો-10-12ની પરીક્ષાને લઈને મોટી બેઠક, શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ આપી તમામ ડિટેલ્સ

તાળું તૂટ્યા વગર દાગીના ગાયબ?

આ મામલામાં સૌથી ગંભીર બાબત એ છે કે લોકરનું તાળું તૂટ્યા વગર અંદરથી દાગીના કેવી રીતે ગાયબ થયા? આ સવાલે બેંકની આંતરિક સુરક્ષા વ્યવસ્થા પર મોટા પ્રશ્નો ઊભા કર્યા છે. શું આ કોઈ આંતરિક વ્યક્તિનું કામ છે? શું બેંકની ચાવી કોઈ અનધિકૃત વ્યક્તિ પાસે પહોંચી હતી? આવા ઘણા સવાલો ઊભા થયા છે. આ ઘટના બેંક લોકરમાં દાગીના રાખનારા તમામ લોકો માટે ચેતવણી છે. બેંકમાં દાગીના મૂકતા પહેલાં સંપૂર્ણ ખાતરી કરવી જરૂરી છે કે બેંકની સુરક્ષા વ્યવસ્થા મજબૂત છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cosmos Bank Gold Theft from Bank Locker Vadodara Crime News

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ