ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ચૂંટણી 2019 / Supreme Court separate Gujarat Rajya Sabha bypolls election commission

કોર્ટ / રાજ્યસભાની પેટાચૂંટણી પર અલગ-અલગ નોટિફિકેશન મામલે ECએ SCમાં રજૂ કર્યો જવાબ

Published By: vtvAdmin

Last Updated: 06:38 PM, 24 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત રાજ્યસભાની પેટા ચૂંટણી આગામી 5 જુલાઈના રોજ યોજાવાની છે. ત્યારે ગુજરાત રાજ્યસભાની 2 બેઠકોની પેટા ચૂંટણી મામલે ચૂંટણી પંચે સુપ્રીમકોર્ટમાં જવાબ રજૂ કર્યો છે.

ADVERTISEMENT

મહત્વનું છે કે, પરેશ ધાનાણીએ આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આથી સુપ્રીમ કોર્ટે બંને બેઠકો પર અલગ-અલગ ચૂ્ંટણી મુદ્દે જવાબ માગ્યો હતો. જેને લઈને આવતીકાલે સુપ્રીમકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

મળતી માહિતી મુજબ રાજ્યસભાની પેટાચૂંટણી પર અલગ-અલગ નોટિફિકેશન દ્વારા ચૂંટણી યોજાઈ શકે છે. અલગ-અલગ નોટિફિકેશન હોવાથી દરેક ધારાસભ્ય બંને સીટ માટે મતદાન કરી શકે છે. ત્યારે આ સ્થિતિમાં ગુજરાતમાં ભાજપ બંને બેઠક જીતી શકે છે. કોંગ્રેસની 1 બેઠક જીતવાની આશા પર પાણી ફરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, નવા નોટિફિકેશન મુજબ જીત માટે 1 ઉમેદવારને 88 મત જોઈએ. ત્યારે ગુજરાતમાં હાલમાં 175 ધારાસભ્ય રાજ્યસભામા મતદારો છે. આથી બન્ને સીટની ચૂંટણી અલગ થાય તો 175 ધારાસભ્યો અલગ મત આપી શકે.

જો કે 88 મતની સાપેક્ષે ભાજપ પાસે 100 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. જ્યારે કોંગ્રેસ પાસે 88 મતની સાપેક્ષે 71 ધારાસભ્યો છે. આ રીતે બંને બેઠકોમાં ભાજપ 88 ધારાસભ્યોનો ઉપયોગ કરી શકે.

આમ, ભાજપ પાસે વધુ ધારાસભ્યો હોવાથી બંને બેઠકો ભાજપ જીતી શકે છે. જેથી લોકસભાની જેમ રાજ્યસભા પણ કોંગ્રેસના હાથમાંથી જઈ શકે છે. આથી આ સમગ્ર મામલે પરેશ ધાનાણીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Election Commission Rajya Sabha Supreme Court gujarat court

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ