ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / 6 ફેબ્રુઆરી 2027નું વલયાકાર સૂર્યગ્રહણ, આકાશમાં દેખાશે રીંગ ઓફ ફાયર

photo-story

7 ફોટો ગેલેરી

Solar Eclipse 2027 / 6 ફેબ્રુઆરી 2027નું વલયાકાર સૂર્યગ્રહણ, આકાશમાં દેખાશે રીંગ ઓફ ફાયર

Last Updated: 09:17 PM, 29 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

6 ફેબ્રુઆરી 2027ના રોજ વલયાકાર સૂર્યગ્રહણ લાગશે, જેમાં સૂર્યની આસપાસ રીંગ ઓફ ફાયરના રૂપમાં દેખાશે. આ ગ્રહણ સાઉથ અમેરિકા અને પશ્ચિમી આફ્રિકામાં જોવા મળશે પણ ભારતમાં રીંગ ઓફ ફાયર તરીકે નહીં દેખાય.

1/7

photoStories-logo

1. સૂર્યગ્રહણ

2027માં એક ખાસ સૂર્યગ્રહણ જોવા મળશે. 6 ફેબ્રુઆરી 2027ના રોજ વલયાકાર સૂર્યગ્રહણ લાગશે. આ દરમિયાન ચંદ્ર સૂર્યને પૂરેપૂરો ઢાંકી શકશે નહીં અને સૂર્યની આસપાસ પ્રકાશનો એક ચમકતો વર્તુળાકાર ઘેરો દેખાશે, જેને રીંગ ઓફ ફાયર કહેવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. વલયાકાર સૂર્યગ્રહણ ક્યારે થાય?

વલયાકાર સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે પણ તે સૂર્યથી નાનો દેખાય છે. પરિણામે સૂર્યનો મધ્ય ભાગ ઢંકાઈ જાય છે અને તેની આસપાસ પ્રકાશનો ગોળ ઘેરો બની રહે છે. આ જ ચમકતા ઘેરાને કારણે તેને રીંગ ઓફ ફાયર કહેવાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. 93 ટકા ભાગને ઢાંકશે

NASA અનુસાર આ ગ્રહણ દરમિયાન ચંદ્ર સૂર્યના આશરે 93 ટકા ભાગને ઢાંકી શકે છે. સૌથી મોટા તબક્કામાં સૂર્યની આસપાસનું આગનું છલ્લું લગભગ 7 મિનિટ 51 સેકન્ડ સુધી દેખાઈ શકે છે. આ દાયકાના સૌથી લાંબા વલયાકાર સૂર્યગ્રહણોમાંનું એક હશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. દરેક ભાગમાંથી નહીં દેખાય

આ ગ્રહણ દુનિયાના દરેક ભાગમાંથી નહીં દેખાય. તેનો મુખ્ય માર્ગ દક્ષિણ અમેરિકા અને પશ્ચિમી આફ્રિકાના અમુક વિસ્તારોમાંથી પસાર થશે. સાઉથ અમેરિકામાં ચિલી અને આર્જેન્ટિનાના કેટલાક ભાગોમાં તે સારી રીતે જોઈ શકાશે. તેનો માર્ગ ઉરુગ્વે અને બ્રાઝિલના અમુક વિસ્તારોની નજીકથી પણ જશે. એટલાન્ટિક મહાસાગર પાર કર્યા પછી તે પશ્ચિમી આફ્રિકાના કોટ ડી આઇવર, ઘાના, ટોગો, બેનિન અને નાઇજીરિયા જેવા દેશોમાં દેખાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. સૂર્યગ્રહણ લાંબું રહેશે

આ સૂર્યગ્રહણ લાંબું રહેવાનું કારણ ચંદ્ર અને પૃથ્વીની સ્થિતિ છે. ગ્રહણ વખતે ચંદ્ર પૃથ્વીથી પ્રમાણમાં દૂર હશે, તેથી તે આકાશમાં થોડો નાનો દેખાશે. બીજી તરફ પૃથ્વી સૂર્યની નજીક હશે, જેથી સૂર્ય થોડો મોટો દેખાશે. આવી સ્થિતિમાં ચંદ્ર સૂર્યને પૂરેપૂરો ઢાંકી શકતો નથી અને પ્રકાશનો ઘેરો લાંબા સમય સુધી બની રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. રીંગ ઓફ ફાયર

6 ફેબ્રુઆરી 2027નું આ વલયાકાર સૂર્યગ્રહણ ભારતમાંથી રીંગ ઓફ ફાયરના રૂપમાં નહીં દેખાય. તે જોવા માટે દક્ષિણ અમેરિકા અથવા પશ્ચિમી આફ્રિકાના જે વિસ્તારો મુખ્ય માર્ગમાં આવે છે ત્યાં જવું પડશે. સૂર્યગ્રહણને સીધી આંખોથી જોવું સુરક્ષિત નથી. વલયાકાર સૂર્યગ્રહણ દરમિયાન પણ સૂર્યની તીવ્ર કિરણો આંખોને નુકસાન પહોંચાડી શકે છે. aaથી તે જોવા માટે પ્રમાણિત વિશેષ ચશ્માનો જ ઉપયોગ કરવો જોઈએ. સામાન્ય સનગ્લાસ આ માટે સુરક્ષિત નથી. 2027નમાં કુલ બે સૂર્યગ્રહણ થશે. પહેલું 6 ફેબ્રુઆરીએ વલયાકાર અને બીજું 2 ઓગસ્ટે પૂર્ણ સૂર્યગ્રહણ.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ring of Fire Solar Eclipse Annular Eclipse
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ