જૂની પેન્શન યોજનાને લઈ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડવણીસે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે શિવસેના અને ભાજપ સરકાર જૂની પેન્શન યોજનાને લઈ નકારાત્મક નથી
મહારાષ્ટ્રમાં ફરી શરુ થશે ઓલ્ડ પેન્શન ?
નાયબ મુખ્યમંત્રીના નિવેદનથી મળ્યા સંકેત
મહારાષ્ટ્રમાં વર્તમાનમાં નવી પેન્શન યોજના અમલમાં
ફરી આવ્યો પેન્શનનો મુદો ચર્ચામાં
દેશભરમાં જુની પેન્શન અને નવી પેન્શન યોજનાનો મુદ્દો સતત ચર્ચામાં છે. પંજાબ અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી જીત્યા બાદ આપ અને કૉંગ્રેસ જુની પેન્શન યોજના ફરી આવી છે. કૉંગ્રેસ શાસિત છત્તીસગઢ અને રાજસ્થાનમાં પણ જુની પેન્શન યોજનાનો લાભ મળી રહ્યો છે. ગુજરાતમાં પણ ચૂંટણી પૂર્વે જુની અને નવી પેન્શન યોજનાનો મુદ્દો ખૂબ ગાજ્યો હતો. પરંતુ ભાજપ શાસિત રાજ્યો નવી પેન્શન યોજનાને વળગી રહ્યા છે. ત્યારે શિવસેના ભાજપ શાસિત મહારાષ્ટ્રમાં આ યોજના વિશે નાયબ મુખ્યમંત્રીએ મહત્વના સંકેત આપ્યા છે.
અમે નકારાત્મક નહીં
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડવણીસે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે શિવસેના ભાજપ સરકાર જુની પેન્શન યોજનાને લઈ નકારાત્મક નથી. દેવેન્દ્ર ફડવણીસે કહ્યું કે ‘હું સ્પષ્ટ કરું છું કે અમે ઓપીએસને લઈ નકારાત્મક નથી. અમે નાણા અને અન્ય વિભાગો સાથે આ મુદ્દે ચર્ચા કરીશું. પરંતુ જે સમાધાન જે પણ હોય એ ટૂંકા નહી પરંતુ લાંબા ગાળનું હોવું જોઈએ’
દેવેન્દ્ર ફડવણીસની ફાઈલ તસવીર
વિરોધીઓ પર પ્રહાર
ડેપ્યુટી સીએમ ફડણવીસે વિરોધી પાર્ટીઓ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે કૉંગ્રેસ અને એનસીપીએ ઓપીએસ પર માત્ર વાતો જ કરે છે. પરંતુ જો વર્તમાન પેન્શન યોજનાને જુની યોજનામાં પરિવર્તીત કરવાનો નિર્ણય હોય તો એ અમે લઈ શકીએ છીએ વિરોધીઓ નહી.
ઔરંગબાદમાં વિધાનસભા પરિષદની ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવારની એક રેલી દરમિયાન પેન્શન યોજના પર વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે ભાજપના ઉમેદવાર સામે લડી રહેલા એનસીપીના ઉમેદવારે જુની પેન્શન યોજના લાગુ કરવા માગ કરી છે.
મુખ્યમંત્રીએ શિંદે પણ સકારાત્મક
દેવેન્દ્ર ફડવણીસની ટીપ્પણી એ સમયે આવી જ્યારે થોડા સમય પૂર્વે જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ જુની પેન્શન યોજના પર બોલ્યા છે. શિંદેએ કહ્યું હતું કે તેમની સરકાર પેન્શન મુદ્દે સકારાત્મક છે, ટીચર્સ અને સરકારી કર્મચારીઓ, નોન ગ્રાન્ટેડ સ્કૂલો માટે જુની પેન્શન યોજના અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પચ્ચીસ ટકા અનામત રાખવા પર તેમની સરકાર સકારાત્મક છે. એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ આ મુદ્દે અભ્યાસ કરી રહ્યા છે.