ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Sravan mass Shivling Fruit-flower and milk Special importance of anointing

શ્રાવણ માસ / શિવલિંગ પર ચઢાવવામાં આવતા ફળ-ફુલ અને દુધના અભિષેકનું વિશેષ મહત્વ

Published By: vtvAdmin

Last Updated: 09:18 AM, 4 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિવલિંગ પર બીલીપત્ર, બીલીફળ, જલધારા કે કોઇપણ ફળ ફુલ ચઢાવવામાં આવે તો ભગવાન ભોળાવાથ ખુશ રહે છે અને આપણા પર આશીવાર્દ વરસાવતા રહે છે, પણ શિવજી પર કેમ ફળ-ફુલ ચઢાવવામાં આવે છે અને તેની પાછનું રહસ્ય શું છે.

ADVERTISEMENT

સીધી સાદી સ્પષ્ટ ભાષામાં વાત કરીએ તો, શિવજીને પર્ણ, ફળ, ફુલ ચઢાવવાથી પ્રથા સદીઓથી ચાલી આવે છે. જેનુ કારણ કદાચ તમે નહીં જાણતા હોવ. આ બધી વસ્તુ એટલે કે, ફળ, ફુલ પાંદડાંને પ્રકૃતિના અંગો માનવામાં આવે છે અને શાસ્ત્રોમાં ખુબ સ્પષ્ટ રીતે પાર્વતી માતાને પ્રકૃતિ કહેવાઇ છે. શિવજીના પાર્વતી માતા સાથે લગ્ન થયા એ પછીના ખંડમાં "પરૂષ અને પ્રકૃતિનું મિલન" અર્થાત શિવજી પુરૂષ અને પાર્વતી માતા પ્રકૃતી જે શ્રાવણ મહિનાના સમયગાળામાં ધરતી માતાને પોતાની લીલી-લીલી લીલોતરીની ચાદરથી સુશોભિત કરતી હોય છે. માટે શિવજીને પ્રકૃતિનાં અંગ સમાં પાંદડાં અને ફળ-ફુલ સ્વીકૃત અને પ્રિય હોય છે.

જ્યારે શિવલિંગ પર દુધનો અભિષેક કરવામાં આવે છે. જે શિવજીને વિષની બળતરા અને ગરમીથી રાહત આપે છે. જેથી દુધનો અભિષેક કરવાથી શિવજી પોતાના ભોળા ભક્તો પર પ્રશન્ન રહે છે. દુધ શિવજીના અત્યંત પ્રિય ભક્ત નંદીદેવની માતાનું જ અંશ છે. આ ઉપરાંત શિવલિંગ પર પંચામૃતનો અભિષેક પણ કરાતો હોય છે. પંચામૃત માત્ર શિવજીને જ અર્પણ નથી કરાતું, પરંતુ પંચામૃત કે ચરણામૃત શ્રી સત્યનારાયણ કથા, જનમાષ્ટમી. ગોકુલાષ્ટમી કે, લક્ષ્મી નારાયણ મંદિરોમાં પ્રસાદ તરીકે પણ ધરાવાતું હોય છે. પંચામૃત તેના નામ કરણ મુજબ પાંચ પ્રકારના અમૃત સમા પદાર્થમાંથી બનાવવામાં આવે છે. જેમાં દુધ, દહી, સાકર, ઘી અને મધનો સમાવેશ થાય છે. 

જ્યારે તુલસીના પાન વગર કોઇપણ પ્રસાદ ક્યારેય ચઢાવાતો નથી કારણ કે, તુલસી પાન વગર કોઇપણ પ્રસાદ અધુરો જ ગણાય છે. જ્યારે પંચામૃતના પાંચેય દ્રવ્યો દુધ, દહી, સાકર, ઘી અને મધને અલગ-અલગ રીતે એક-એક દ્રવ્ય પણ શિવલિંગ પર અભિષેક કરી શકાય છે. આ પંચામૃત પણ શીતળતા પ્રદાન કરે છે. આ ઉપરાંત શિવજીને શેરડીનો રસ પણ અર્પણ કરાય છે. જેથી ભગવાન ભોળાનાથ ખુશ થઇને ભક્તોની વિશિષ્ટ ઇચ્છાઓ પૂર્ણ કરે છે. (ક્રમશ:)

 - પરેશ દેસાઇ (જ્યોતિષ)
 

સંકળાયેલા મુદ્દાઓ

Devotion Religion Sravan mass શિવલિંગ હર હર મહાદેવ Sravan mass

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ