બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / રોહિત શર્માથી લઇને..., એ 10 ખેલાડીઓ, જેમને 2025માં સંન્યાસ લઈ ફેન્સને કરી દીધા ભાવુક

photo-story

11 ફોટો ગેલેરી

સ્પોર્ટ્સ / રોહિત શર્માથી લઇને..., એ 10 ખેલાડીઓ, જેમને 2025માં સંન્યાસ લઈ ફેન્સને કરી દીધા ભાવુક

Last Updated: 02:04 PM, 24 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Cricket Year Ender 2025: આ વર્ષે દેશના 10 ખેલાડીઓએ ક્રિકેટને અલવિદા કહીને બધાને જ ચોંકાવી દીધા, ચાલો જાણીએ એ ખેલાડીઓ વિશે.

1/11

photoStories-logo

1. 10 ખેલાડીઓએ કર્યું ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા

વર્ષ 2025 ખતમ થવાને આડે ગણતરીના દિવસો જ બાકી છે. આ વર્ષે કેટલાય ખેલાડીઓ માટે યાદગાર રહ્યું તો કેટલાક ખેલાડીઓએ નિરાશ કર્યા. આટલું જ નહીં દેશના ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ આ વર્ષે ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું. ચાલો જાણીએ દેશના એવા 10 ખેલાડીઓ વિશે કે જેમણે આ વર્ષે ક્રિકેટથી સન્યાસની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા.

આ તસવીર શેર કરો

logo logo logo

2/11

photoStories-logo

2. વિરાટ કોહલી

ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી વર્ષ 2024માં નિવૃત્તિ લઈ ચૂકેલા વિરાટ કોહલીએ 2025માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. લોકોને અપેક્ષા હતી કે તે લાંબા સમય સુધી ટેસ્ટ અને વનડેમાં રમશે, પણ હવે તે માત્ર વનડે ફોર્મેટમાં જ એક્ટિવ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/11

photoStories-logo

3. રોહિત શર્મા

વિરાટ કોહલીની જેમ, રોહિત શર્મા પણ હવે માત્ર વનડે જ રમી રહ્યા છે. હિટમેન શર્માએ 2024માં ટી20 ક્રિકેટ અને 2025માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી. લોકોને એવી અપેક્ષા છે કે તેઓ 2027ના વર્લ્ડ કપ સુધી ભારતીય જર્સીમાં જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/11

photoStories-logo

4. ચેતેશ્વર પૂજારા

દેશના અનુભવી ટેસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ પણ 2025માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. 24 ઓગસ્ટે જ્યારે તેમણે નિવૃત્તિની જાહેરાત કરી ત્યારે બધા ભાવુક થઈ ગયા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

5/11

photoStories-logo

5. અમિત મિશ્રા

અમિત મિશ્રાએ પણ આ વર્ષે પોતાની ક્રિકેટ કારકિર્દી ખતમ કરી હતી. તેણે 4 સપ્ટેમ્બરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તે હાલમાં કોમેન્ટેટર તરીકે જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/11

photoStories-logo

6. રિદ્ધિમાન સાહા

દેશના સૌથી સફળ વિકેટકીપરોમાંથી એક રિદ્ધિમાન સાહાએ પણ 2025માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેમણે 1 ફેબ્રુઆરીએ નિવૃત્તિની જાહેરાત કરી. તે હાલમાં IPLમાં સક્રિય છે અને ગુજરાત ટાઇટન્સ માટે રમશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/11

photoStories-logo

7. પિયુષ ચાવલા

અનુભવી સ્પિનર ​​પિયુષ ચાવલાએ પણ આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. તેણે 6 જૂને નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

8/11

photoStories-logo

8. મોહિત શર્મા

મોહિત શર્માએ 3 ડિસેમ્બર 2025ના રોજ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. તેણે પોતાની કારકિર્દી દરમિયાન દેશ માટે 26 ODI અને 8 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/11

photoStories-logo

9. વરુણ એરોન

વરુણ એરોને 10 જાન્યુઆરી 2025ના રોજ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. નિવૃત્તિ પછી, તે હવે ઘણીવાર કોમેન્ટેટર તરીકે જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/11

photoStories-logo

10. ઋષિ ધવન

ઋષિ ધવને પણ આ વર્ષે પોતાની ક્રિકેટ કારકિર્દીનો અંત લાવ્યો. તેણે 5 જાન્યુઆરી 2025ના રોજ પોતાની ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

11/11

photoStories-logo

11. ઈશાંત શર્મા

ઈશાંત શર્માએ ડિસેમ્બર 2025માં ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો. તેણે પોતાની કારકિર્દી દરમિયાન દેશ માટે ઘણી યાદગાર મેચ રમી. ટેસ્ટ ક્રિકેટમાં તેના નામે 300થી વધુ વિકેટ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Sports News Cricket Year Ender 2025 indian cricketers retired in 2025
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ