બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Asian Games 2026નું શેડ્યૂલ જાહેર, ભારત સહિત 10 ટીમો વચ્ચે થશે કાંટે કી ટક્કર

સ્પોર્ટ્સ / Asian Games 2026નું શેડ્યૂલ જાહેર, ભારત સહિત 10 ટીમો વચ્ચે થશે કાંટે કી ટક્કર

Vidhata Gothi

Last Updated: 11:12 AM, 14 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 માં ક્રિકેટનો રોમાંચ જાપાનમાં શરૂ થવા જઈ રહ્યો છે. મહિલા મેચ 17 સપ્ટેમ્બરથી અને પુરુષ મેચ 24 સપ્ટેમ્બરથી શરૂ થશે. ભારતની બંને ટીમો પાસે મેડલ જીતવાની તક છે.

Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 માં ક્રિકેટનો રોમાંચ આ વખતે જાપાનમાં જોવા મળશે. એશિયન ગેમ્સના આયોજકોએ ક્રિકેટ ટુર્નામેન્ટનું શેડ્યુલ જારી કર્યું, જેમાં મેચ 17 સપ્ટેમ્બરથી 3 ઓકટોબર સુધી રમાશે. જાપાનના આયાચી-નાગોયામાં આયોજિત થનાર આ ગેમ્સમાં ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કેટલીક રમતોની જેમ ઉદ્ઘાટન સમારોહના નવ દિવસ પહેલા જ થશે.

ક્યારે રમશે મહિલા ટીમની મેચ

મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ 17 સપ્ટેમ્બરથી શરૂ થશે અને મેડલ મેચ 22 સપ્ટેમ્બરથી રમાશે. આ ટૂર્નામેન્ટમાં કુલ આઠ ટીમો ભાગ લેશે, જેમાં ભારતની ટીમ આગલી ચેમ્પિયન તરીકે ઉતરશે. મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ ક્વાર્ટરફાઇનલથી સીધી નોકઆઉટ ફોર્મેટમાં થશે, એટલે કે દરેક મેચમાં હારનાર ટીમ ટુર્નામેન્ટથી બહાર થઈ જશે.

પુરુષ ક્રિકેટમાં 10 ટીમો

પુરુષ ક્રિકેટ ટુર્નામેન્ટ 27 સપ્ટેમ્બરથી રમાશે, જ્યારે મેડલ મેચ 3 ઓક્ટોબરથી આયોજિત થશે. આમાં કુલ 10 ટીમો ભાગ લેશે. જો પુરુષ સ્પર્ધા 2023 હાંગ ઝોઉ એશિયન ગેમ્સની જેમ થાય છે, તો ટોપ 4 સિડવાળી ટીમો સીધી ક્વાર્ટરફાઇનલમાં પ્રવેશ કરશે. બાકીની છ ટીમો પ્રારંભિક મેચો રમીને ચાર ક્વાર્ટરફાઇનલ ટીમોનું નિર્ધારણ કરશે.

vtv app promotion

મેચનો સમય અને લોકેશન

તમામ મેચોના દિવસ ડબલ હેડર હશે. સવારની મેચ સ્થાનિક સમય પ્રમાણે 9 વાગે શરૂ થશે, ભારતીય સમય પ્રમાણે 5.30 વાગે થશે. જ્યારે બપોરની મેચ જાપાનમાં 2 વાગે અને ભારતીય સમય પ્રમાણે 10.30 વાગે શરૂ થશે. તમામ મેચ આયાચી પ્રાંતના કોરોગી એથ્લેટિક પાર્કમાં રમાશે.

2023માં ભારતનો રેકોર્ડ

એશિયન ગેમ્સમાં ભારતની પુરુષ અને મહિલા બંને ટીમો સામેલ થશે. ગઈ એશિયન ગેમ્સમાં પુરુષ ટીમમાં યુવા ખેલાડીઓને તક આપવામાં આવી અને ઋતુરાજ ગાયકવાડના હાથમાં ટીમની કમાન સોંપવામાં આવી હતી. ટીમે શાનદાર પ્રદર્શન કરીને નેપાળ અને બાંગ્લાદેશને હરાવ્યું હતું અને ફાઇનલ વરસાદને કારણે કેન્સલ થઈ ગઈ હતી, પણ રેન્કિંગના આધારે ભારતને ગોલ્ડ મેડલ મળ્યો હતો. આ વખતે પણ ભારતની ટીમ પાસેથી આવા જ શાનદાર પ્રદર્શનની અપેક્ષા છે.

આ પણ વાંચો: શિખર ધવને ગર્લફ્રેન્ડ સોફી શાઈન સાથે કરી સગાઈ, રોમેન્ટિક તસવીર શેર કરી

2023 એશિયન ગેમ્સ માટે ભારતની ટીમ

પુરૂષોની ટીમ - ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રાહુલ ત્રિપાઠી, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, શિવમ દુબે, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), આકાશ દીપ

મહિલા ટીમ - હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), અમનજોત કૌર, દેવિકા વૈદ્ય, પૂજા વસ્ત્રાકર, ટાઇટસ સાધુ, રાજેશ્વરી ગાયકવાડ, મિન્નુ મણિ, કનિકા આહુજા, ઉમા છેત્રી (વિકેટ-કીપર), અનુષા બરેડ્ડી

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Asian Games Cricket Asian Games 2026 Asian Games Schedule
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ