બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / શિખર ધવને ગર્લફ્રેન્ડ સોફી શાઈન સાથે કરી સગાઈ, રોમેન્ટિક તસવીર શેર કરી

સ્પોર્ટ્સ / શિખર ધવને ગર્લફ્રેન્ડ સોફી શાઈન સાથે કરી સગાઈ, રોમેન્ટિક તસવીર શેર કરી

Nirav Kumar

Last Updated: 11:22 PM, 12 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિખર ધવને તેની ગર્લફ્રેન્ડ સાથે સગાઈની જાહેરાત કરી છે. આ કપલ લાંબા સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા હતા.

પૂર્વ ભારતીય બેટ્સમેન શિખર ધવને તેની ગર્લફ્રેન્ડ સોફી શાઇન સાથે સગાઈની જાહેરાત કરી છે. ક્રિકેટરે સોમવારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો હતો. એવા અહેવાલો સામે આવ્યા છે કે, આ કપલ ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયામાં લગ્ન કરી શકે છે. પરંતુ આ કપલે લગ્ન અંગે પ્રાઈવેસી રાખી હતી. પરંતુ આજે તેમણે આ સમાચારની પુષ્ટિ કરી છે. શિખર અને સોફીએ ગયા વર્ષે તેમના સંબંધો જાહેર કર્યા હતા તેઓ ઘણા સમયથી ડેટિંગ કરી રહ્યા છે.

શિખર ધવન પહેલીવાર ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 દરમિયાન સોફી શાઇન સાથે જોવા મળ્યો હતો. જેના લીધે આ કપલ ચર્ચાનો વિષય બન્યું હતું. ધવને થોડા સમય બાદ તેમના સંબંધોની પુષ્ટિ કરી હતી. ત્યાર બાદ તેઓ સોશિયલ મીડિયા પર વારંવાર સાથે જોવા મળ્યા છે. આઇરિશ પ્રોડક્ટ કન્સલ્ટન્ટ સોફીએ લિમેરિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી માર્કેટિંગ અને મેનેજમેન્ટ ડિગ્રી મેળવી છે. તે હાલમાં અબુ ધાબીમાં નોર્ધન ટ્રસ્ટ કોર્પોરેશનના સેકંડ વાઈસ પ્રેસીડેંટ છે.

vtv app promotion

શિખર ધવને લગભગ અઢી વર્ષ પહેલા આયેશા મુખર્જીને છૂટાછેડા આપ્યા હતા. જેમાં ધવને આરોપ લગાવ્યો હતો કે આયેશાના લીધે તેને માનસિક ત્રાસથી પસાર થવું પડ્યું હતું. તેનાથી 10 વર્ષ મોટી આયેશા એક કિકબોક્સર છે જેને વર્ષ 2012 માં ભારતીય ક્રિકેટર સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2021 માં આયેશાએ સોશિયલ મીડિયા પર ધવનથી અલગ થવાની જાહેરાત કરી હતી.

વધુ વાંચો : મા ટીચર, પિતા ફિલ્મ મેકર, કોણ છે આયુષ બદોની? જેનો રાતોરાત મળી ગયું ટીમ ઇન્ડિયામાં સ્થાન

ઉલ્લેખનીય છે કે, શિખર ધવને ભારત માટે 34 ટેસ્ટ રમી છે જેમાં 7 સદી સાથે 2315 રન બનાવ્યા છે. તેને 167 વનડેમાં 17 સદી અને 39 અડધી સદી સાથે 6793 રન બનાવ્યા છે. આ સિવાય શિખરે 68 T20Isમાં 27.92 ની એવરેજથી 1759 રન બનાવ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sophie Shine Dhawan Engagement Shikhar Dhawan
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ