બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / PCBના પૂર્વ ચીફે જય શાહને કરી પાકિસ્તાન જવાની અપીલ, કહ્યું - 'એકવાર અમારી વાત તો સાંભળી લો'

ક્રિકેટ / PCBના પૂર્વ ચીફે જય શાહને કરી પાકિસ્તાન જવાની અપીલ, કહ્યું - 'એકવાર અમારી વાત તો સાંભળી લો'

Vidhata Gothi

Last Updated: 02:52 PM, 6 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICC T20 World Cup 2026: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ભૂતપૂર્વ ચીફ એહસાન મનીએ ICC ચેરમેન જય શાહને પાકિસ્તાન જઈને સરકારને 2026 T20 વર્લ્ડ કપમાં ભારત સામે બહિષ્કાર ખતમ કરવાની અપીલ કરી છે. 15 ફેબ્રુઆરીએ બંને દેશો વચ્ચે શ્રીલંકામાં મેચ રમાવાની છે.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના પૂર્વ ચીફ એહસાન મનીએ જય શાહને અપીલ કરી છે કે તે પોતે 'પાકિસ્તાન જાય'. ત્યાંની સરકારને T20 વર્લ્ડ કપ 2026 માં ભારત સામે મેચના બહિષ્કારને ખતમ કરવા મનાવે. તેમણે કહ્યું કે ત્યાં જઈને ICC ચેરમેન જય શાહ પાકિસ્તાનની 'ફરિયાદો' પણ સાંભળે.

T20 વર્લ્ડ કપ હવે ઉપખંડીય તાકાતો માટે રાજકીય અખાડો બની ગયો છે. શરૂઆતમાં બાંગ્લાદેશે પાકિસ્તાનના સમર્થન સાથે સુરક્ષાની ચિંતાઓને ટાંકીને ભારત આવવાનો ઇનકાર કરી દીધો હતો. ICCએ આ માંગણીને નકારી દીધી હતી અને બાંગ્લાદેશે નિર્ધારિત સમય સુધીમાં તેની ભાગીદારીની પુષ્ટિ ન કરી તો તેના બદલે સ્કૉટલેન્ડને સામેલ કરી લીધું. PCBના ચેરમેન મોહસીન નકવીએ તેને 'અન્યાય' ગણાવ્યો. આના પછી પાકિસ્તાન સરકારે ટીમને ભારત સામે મેદાનમાં ન ઉતરવાનો નિર્દેશ આપ્યો.

vtv app promotion

અહેવાલો પ્રમાણે, ICCના ડેપ્યુટી ચેરમેન ઇમરાન ખ્વાજાને PCB અને ICC વચ્ચેની વાતચીતમાં મધ્યસ્થી કરવાનું કહેવામાં આવ્યું છે. જોકે, મનીનું માનવું છે કે તેઓ આ માટે યોગ્ય વ્યક્તિ નથી. તેમણે કહ્યું કે 'ICCના ચેરમેન માટે સારું છે કે તેઓ પોતે પાકિસ્તાન સરકાર સાથે વાત કરે. તેમણે પાકિસ્તાન જઈને સરકારને બહિષ્કાર ખતમ કરવા માટે મનાવવા જોઈએ અને તેમની ફરિયાદો પણ સાંભળવી પણ જોઈએ.'

આ પણ વાંચો: T20 વર્લ્ડકપનું કાઉન્ટડાઉન શરૂ, જુઓ ટીમ ઇન્ડિયાની મેચ ક્યાં-ક્યારે અને કોની સામે રમાશે?

એહસાન મનીએ PCB વિશે બીજું શું કહ્યું?

જો પાકિસ્તાન બહિષ્કાર કરે છે, તો તેના કાનૂની પરિણામો પણ આવી શકે છે, કારણ કે પાકિસ્તાને વર્લ્ડ કપ માટે મેમ્બર્સ પાર્ટિસિપેશન એગ્રીમેન્ટ (MPA) પર હસ્તાક્ષર કર્યા છે. મનીએ સ્વીકાર્યું કે પાકિસ્તાનનો કેસ ખૂબ મજબૂત નથી, પરંતુ તેણે રજૂ કરી શકાય છે. તેમણે કહ્યું, "પાકિસ્તાનના કેસમાં કેટલીક નબળાઈઓ હોઈ શકે છે, કારણ કે ICCએ પાકિસ્તાનની મેચ હાઇબ્રિડ મોડેલ અંતર્ગત ભારતથી શ્રીલંકા શિફ્ટ કરી દીધી, પણ એક સક્ષમ કાનૂની ટીમ તેને અસરકારક રીતે રજૂ કરી શકે છે. ભારત-પાકિસ્તાન મેચનો બહિષ્કાર મેમ્બર્સ પાર્ટિસિપેશન એગ્રીમેન્ટનું ઉલ્લંઘન હોઈ શકે છે, પરંતુ એના માટે BCCIનું નકારાત્મક વલણ જવાબદાર છે, જેને પાકિસ્તાનને આટલો મોટો નિર્ણય લેવા માટે મજબૂર કર્યું."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

T20 World Cup 2026 Pakistan Cricket Board Jay Shah
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ