બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / T20 વર્લ્ડકપનું કાઉન્ટડાઉન શરૂ, જુઓ ટીમ ઇન્ડિયાની મેચ ક્યાં-ક્યારે અને કોની સામે રમાશે?

T20 World Cup 2026 / T20 વર્લ્ડકપનું કાઉન્ટડાઉન શરૂ, જુઓ ટીમ ઇન્ડિયાની મેચ ક્યાં-ક્યારે અને કોની સામે રમાશે?

Vidhata Gothi

Last Updated: 12:28 PM, 6 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Team India Full Schedule: T20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થઈ રહી છે. ક્રિકેટ ચાહકો આતુરતાથી આ ટુર્નામેન્ટની રાહ જોઈ રહ્યા છે. અત્યાર સુધી કોઈ ટીમે સતત બે વાર T20 વર્લ્ડ કપ જીત્યો નથી. ત્યારે 2024 પછી હવે ભારતીય ટીમ 2026નો T20 વર્લ્ડ કપ જીતવા માંગશે. ચાલો જાણીએ ટીમ ઇન્ડિયાનું શેડ્યૂલ

T20 World Cup 2026 Team India Full Schedule: આવતી કાલે 7 ફેબ્રુઆરીથી T20 વર્લ્ડ કપ 2026 શરૂ થવાનો છે. T20 વર્લ્ડ કપ 2026ની મેજબાની ભારત અને શ્રીલંકા મળીને કરી રહ્યા છે. ગયા T20 વર્લ્ડ કપનો ખિતાબ ટીમ ઇન્ડિયાએ પોતાના નામે કર્યો હતો. ભારતીય ટીમમાં છેલ્લા 2 વર્ષમાં ઘણા ફેરફાર થયા છે અને હવે ભારતીય સ્કવોડ પહેલા કરતાં પણ વધારે મજબૂત દેખાઈ રહ્યું છે. એક વાર ફરી ભારતીય ટીમ ટુર્નામેન્ટ જીતવાની પ્રબળ દાવેદાર છે. મોટી વાત એ છે કે ટીમ ઇન્ડિયા આ વખતે ઘરેલુ મેદાન પર રમશે.

ટી20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઇન્ડિયાનું શેડ્યૂલ

ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપ 2026માં ગ્રુપ Aનો ભાગ છે. તેમના ગ્રુપમાં પાકિસ્તાન, યુએસએ, નામિબિયા અને નેધરલેન્ડની ટીમો સામેલ છે. ભારતની ગ્રુપ સ્ટેજની મેચો મુંબઈ, કોલંબો, દિલ્હી અને અમદાવાદમાં યોજાશે. જો ભારત પોતાના ગ્રુપમાં ટોપ 2માં રહશે તો તે સુપર 8 માટે ક્વોલિફાય થઈ જશે. ગ્રુપ સ્ટેજનું શેડ્યૂલ સામે આવી ચૂક્યું છે. ચાલો જાણીએ ભારતની મેચ ક્યાં, ક્યારે અને કોની સામે રમાશે.

  • 7 ફેબ્રુઆરી 2026 - ભારત vs યુએસએ, મુંબઈ
  • 12 ફેબ્રુઆરી 2026 - ભારત vs નામિબિયા, દિલ્હી
  • 15 ફેબ્રુઆરી 2026 - ભારત vs પાકિસ્તાન, કોલંબો
  • 18 ફેબ્રુઆરી 2026 - ભારત vs નેધરલેન્ડ, અમદાવાદ
vtv app promotion

T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઇન્ડિયા સ્કવોડ

T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય સ્કવોડ પરફેક્ટ દેખાઈ રહ્યું છે. તાજેતરમાં જ ઈશાન કિશન ટીમમાં પાછો ફર્યો છે અને તે શાનદાર ફોર્મમાં છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવ, સતત સંઘર્ષ કર્યા પછી ન્યુઝીલેન્ડ સામેની T20 સીરીઝમાં રન બનાવવામાં સફળ રહ્યો. વોશિંગ્ટન સુંદરની ઇજાણે કારણે સસ્પેન્સ યથાવત છે. જોકે, ભારતીય ટીમના તમામ ખેલાડીઓ શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યા છે.

આ પણ વાંચો: આ ખેલાડી ટૂર્નામેન્ટમાંથી સંપૂર્ણ OUT, T20 વર્લ્ડ કપ પહેલા ટીમને મોટો ઝટકો

ટીમ ઇન્ડિયા સ્કવોડ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, સંજુ સેમસન, શિવમ દુબે, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રિંકુ સિંહ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

T20 World Cup 2026 Team India Full Schedule Team India
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ