બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / આ ખેલાડી ટૂર્નામેન્ટમાંથી સંપૂર્ણ OUT, T20 વર્લ્ડ કપ પહેલા ટીમને મોટો ઝટકો

સ્પોર્ટ્સ / આ ખેલાડી ટૂર્નામેન્ટમાંથી સંપૂર્ણ OUT, T20 વર્લ્ડ કપ પહેલા ટીમને મોટો ઝટકો

Jinal Chauhan

Last Updated: 12:12 PM, 6 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T 20 વર્લ્ડકપ 2026નો પહેલો મુકાબલો 7 ફેબ્રુઆરીએ રમાશે. આ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમને મોટો ઝાટકો વાગ્યો છે. ટીમના સ્ટાર ખેલાડી આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.

2026 T20 વર્લ્ડ કપની પહેલી મેચ માટે હવે થોડા કલાકો બાકી છે ત્યારે ટીમોનો તણાવ સતત વધી રહ્યો છે. ખેલાડીઓ ઈજાને કારણે બહાર થઈ રહ્યા છે. આ દરમિયાન વધુ એક ખેલાડી ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. આ જાહેરાત કરવામાં આવી છે. ટૂંક સમયમાં તેના સ્થાને ખેલાડીની જાહેરાત કરવામાં આવશે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડીઓમાંના એક જોશ હેઝલવુડ હવે T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે.

જોશ હેઝલવુડ 2026 T20 વર્લ્ડ કપ નહીં રમી શકે

ટી20 વર્લ્ડ કપ શરૂ થવાના એક દિવસ પહેલા જ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. પહેલાથી જ એવી અટકળો હતી કે જોશ હેઝલવુડ વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે અને હવે તે થઈ ગયું છે.હવે તેમના બહાર થયા પછી રિપ્લેસમેન્ટની જાહેરાત પછી કરવામાં આવશે. જોકે ટી20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યો છે ઓસ્ટ્રેલિયન ટીમ હજુ સુધી તેની પહેલી મેચ રમી નથી તેથી તેમની પાસે તૈયારી માટે હજુ સમય છે.

ઓસ્ટ્રેલિયાને વધુ એક ઝટકો

ઓસ્ટ્રેલિયન ટીમની સમસ્યા એ છે કે ટેસ્ટ કેપ્ટન અને વિશ્વના અગ્રણી ફાસ્ટ બોલર્સમાંના એક પેટ કમિન્સને પહેલાથી જ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. હવે જોશ હેઝલવુડની ગેરહાજરી સાથે ટીમ થોડી નબળી પડી ગઈ છે. જોશ હેઝલવુડ છેલ્લા કેટલાક સમયથી ઈજા સામે ઝઝૂમી રહ્યા હતા પરંતુ તેમને સ્વસ્થ થવાની આશા સાથે ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. તે હજુ સુધી ઈજામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થયો નથી.

josh hasjwood (2)

રિપ્લેસમેન્ટની જાહેરાત ક્યારે?

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને આશા હતી કે જોશ સુપર 8 મેચો પહેલા ઠીક થઈ જશે પરંતુ નાજુક હેલ્થના કારણે તે આગામી મેચો રમી શકશે નહીં તેથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.હાલ રિપ્લેસમેન્ટની જાહેરાત કરી નથી કારણ કે તેઓ માને છે કે ટીમ જોશ વિના શરૂઆતની મેચો રમી શકે છે. જરૂર પડ્યે પછીથી એક ખેલાડી ઉમેરવામાં આવશે.

vtv app promotion

આ પણ વાંચોઃ શ્રીલંકાએ માન્યું કે પાકિસ્તાનનો નિર્ણય ખોટો, ભારત સાથે નહીં રમવા મુદ્દે જાણો શું કહ્યું?

સીન એબોટને ઓસ્ટ્રેલિયન ટીમ મળી શકે છે તક

જોશની જગ્યાએ સીન એબોટને ટીમમાં ચાન્સ મળી શકે છે. સીન એબોટ રિઝર્વ ખેલાડી તરીકે ટીમમાં જોડાયો છે. તે પાકિસ્તાન સામેની ત્રણ મેચની T20 સિરીઝ દરમિયાન ઓસ્ટ્રેલિયન ટીમ સાથે પણ હતો પરંતુ મુખ્ય ટીમનો ભાગ નહોતો. જો જરૂર પડે તો તેને મુખ્ય ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. ઓસ્ટ્રેલિયાની હાલ ટીમમાં ઘણા અન્ય ખેલાડીઓનો સમાવેશ થાય છે જે પુરી રીતે ફિટ નથી પરંતુ ઓસ્ટ્રેલિયાને આશા છે કે તેઓ સ્વસ્થ થઈ જશે અને આગામી રાઉન્ડની મેચ શરૂ થાય ત્યાં સુધીમાં રમવા માટે ફિટ થઈ જશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Josh Hazlewood injury Australia T20 squad T20 World Cup 2026
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ