બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / શ્રીલંકાએ માન્યું કે પાકિસ્તાનનો નિર્ણય ખોટો, ભારત સાથે નહીં રમવા મુદ્દે જાણો શું કહ્યું?

સ્પોર્ટસ / શ્રીલંકાએ માન્યું કે પાકિસ્તાનનો નિર્ણય ખોટો, ભારત સાથે નહીં રમવા મુદ્દે જાણો શું કહ્યું?

Nirav Kumar

Last Updated: 04:02 AM, 6 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાને ભારત સામે રમવાનો ઇન્કાર કર્યો છે. એવામાં શ્રીલંકાએ PCBને પત્ર લખીને આમ ન કરવા ભલામણ કરી છે. જેમાં પાકિસ્તાનને મેચ રમવા માટે રિકવેસ્ટ કરાઈ છે.

શ્રીલંકાએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને ભારત સામે ન રમવાના નિર્ણય પર ફરીથી વિચાર કરવા રિકવેસ્ટ કરી છે. PCB ને લખેલા પત્રમાં શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (SLC) ના પ્રમુખ શમ્મી સિલ્વાએ પાકિસ્તાન દ્વારા ભારત સામે રમવાનો ઇનકાર કરવાથી થઈ શકે તેવા નકારાત્મક પ્રભાવોની ચર્ચા કરી હતી. આ પત્રમાં સિલ્વાએ શ્રીલંકાના અર્થતંત્રને સંભવિત નુકસાનનો પણ ઉલ્લેખ કર્યો હતો. ICC શેડ્યૂલ મુજબ ભારત અને પાકિસ્તાનની મેચ 15 ફેબ્રુઆરીએ રમાવાની છે.

મીડિયા રિપોર્ટ  મુજબ, શમ્મી સિલ્વાએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, ભારત-પાકિસ્તાન મેચ રદ કરવાથી આર્થિક નુકસાન થશે. જેમાં તેમને ચિંતા વ્યક્ત કરી હતી કે, ભારત સાથે મેચ ન રમવાથી દૂરગામી પરિણામો આવશે, જેમાં આર્થિક નુકસાન, ટુરિઝમ સેક્ટરને આંચકો અને શ્રીલંકાના અર્થતંત્રને નુકસાનનો સમાવેશ થાય છે.

vtv app promotion

જેમાં શ્રીલંકા ક્રિકેટ બોર્ડે પાકિસ્તાનને યાદ અપાવ્યું કે, કેવી રીતે તેની ટીમે પડકારજનક પરિસ્થિતિઓ છતાં પાકિસ્તાનને સપોર્ટ આપ્યો હતો. ગયા વર્ષે નવેમ્બરમાં ઇસ્લામાબાદમાં થયેલા બોમ્બ વિસ્ફોટ બાદ અમુક શ્રીલંકન પ્લેયર્સ તેમના દેશમાં પાછા ફરવા માંગતા હતા પરંતુ શ્રીલંકા ક્રિકેટ બોર્ડે કડક આદેશ આપીને તેના પ્લેયર્સ પાકિસ્તાનમાં સિરીઝ ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો હતો. શમ્મી સિલ્વાએ PCB તરફથી પણ આવા જ સહયોગની આશા વ્યક્ત કરી હતી. SLCએ ખેલાડીઓને તેમના દેશમાં યોજાનારી T20 વર્લ્ડ કપ મેચો માટે સુરક્ષાની ખાતરી પણ આપી છે.

વધુ વાંચો : ભારત સામે સેમિફાઈનલ કે ફાઈનલ આવશે તો શું કરશે પાકિસ્તાન? સલમાન આગાએ આપ્યો જવાબ

ઉલ્લેખનીય છે કે, T20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં યોજાવાની છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે આ અંગે કહ્યું છે કે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ મેચો માટે મેદાનમાં હાજર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

T20 World Cup India-Pakistan Sri Lanka
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ