બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ભારત સામે સેમિફાઈનલ કે ફાઈનલ આવશે તો શું કરશે પાકિસ્તાન? સલમાન આગાએ આપ્યો જવાબ

સ્પોર્ટસ / ભારત સામે સેમિફાઈનલ કે ફાઈનલ આવશે તો શું કરશે પાકિસ્તાન? સલમાન આગાએ આપ્યો જવાબ

Nirav Kumar

Last Updated: 09:08 PM, 5 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાન સરકારે નિર્ણય લીધો છે કે, તેમની ટીમ આગામી T20 વર્લ્ડ કપમાં ભારત સામેની 15 ફેબ્રુઆરીએ યોજાનાર મેચ નહીં રમે. જો પાકિસ્તાનને ભારત સામે સેમિફાઇનલ કે ફાઇનલમાં રમવાનું થાય તો પાકિસ્તાનની ટીમ શું કરશે?

પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગાએ 15 ફેબ્રુઆરીએ T20 વર્લ્ડ કપ 2026માં ભારત સામેની મેચ અંગે એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેને કહ્યું કે, ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાનો નિર્ણય પાકિસ્તાન સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો અને તે પ્લેયર્સના કંટ્રોલની બહાર હતો. પાકિસ્તાન સરકારે જાહેરાત કરી છે કે તેમની ટીમ T20 વર્લ્ડ કપમાં ભારત સામે નહીં રમે. પરંતુ સવાલ એ છે કે, જો બંને ટીમો સેમિફાઇનલ કે ફાઇનલમાં ટકરાશે તો શું થશે? સલમાન આગાએ આ પ્રશ્નનો જવાબ આપ્યો છે.

સલમાન આગાએ કોલંબોમાં મીડિયા સાથે વાત કરતી વખતે આ મુદ્દા પર વાત કરી હતી. જેમાં તેને કહ્યું કે, "ભારત સામેની મેચ અમારા નિયંત્રણમાં નથી. આ પાકિસ્તાન સરકારનો નિર્ણય છે અને અમે બધા તેનો આદર કરીએ છીએ. તેઓ જે કહેશે તે અમે અમે કરીશું," તેમને જણાવ્યું કે,જો ભારત અને પાકિસ્તાન નોકઆઉટ મેચમાં આમને-સામને થશે તો તેઓ ફરી એકવાર પાકિસ્તાન સરકારના નિર્ણયનું પાલન કરશે. તેને કહ્યું, "જો અમારે સેમિફાઇનલ કે ફાઇનલમાં ફરીથી રમવાનું થયું તો અમે ફરીથી તેમની(પાકિસ્તાન સરકાર)ના સલાહનું પાલન કરીશું.

vtv app promotion

સલમાન આગાએ એ પણ જણાવ્યું હતું કે, બાંગ્લાદેશ ટુર્નામેન્ટમાં ન રમ્યું તે દુર્ભાગ્યપૂર્ણ છે. "તેઓ અમારા ભાઈઓ છે. હું કહીશ કે તેઓ ટુર્નામેન્ટમાં અમારું સમર્થન પણ કરી શક્યા હોત. અને તેમને આ સ્થિતિમાં જોઈને ખરેખર દુઃખ થાય છે." સલમાન આગાએ ગત T20 વર્લ્ડ કપમાં યુનાઇટેડ સ્ટેટ્સ સામેની હાર વિશે પણ વાત પણ કરી હતી. જેમાં કહ્યું કે, "અમે ગયા T20 વર્લ્ડ કપમાં યુનાઇટેડ સ્ટેટ્સ સામે હારી ગયા હતા પરંતુ તે ભૂતકાળની વાત છે. આ એક નવો વર્લ્ડ કપ છે. આ એક નવી ટીમ છે અને અમે તેના માટે ખૂબ જ એકસાઇટેડ છીએ. કેપ્ટન તરીકે આ મારો પહેલો વર્લ્ડ કપ છે અને હું આગળ વધીને ટીમને લીડ કરવા માન્ગુ છું. હું એવું વાતાવરણ બનાવવા માંગુ છું જ્યાં દરેક પ્લેયર્સ પોતાનું શાનદાર પરફોર્મ કરી શકે."

વધુ વાંચો :IND vs PAK: પાકિસ્તાન ભારત સામે મેચ રમવા તૈયાર, પરંતુ મૂકી આ શરત, જાણો શું

  • પાકિસ્તાનનું શિડ્યુલ
    પાકિસ્તાનની પહેલી મેચ 7 ફેબ્રુઆરીએ નેધરલેન્ડ્સ સામે થવાની છે. ત્યાર બાદ તેઓ 10 ફેબ્રુઆરીએ યુનાઇટેડ સ્ટેટ્સ સામે ટકરાશે. પાકિસ્તાન 15 ફેબ્રુઆરીએ ભારત સામે ટકરાશે. પરંતુ આ મેચની સ્થિતિ હજુ પણ સ્પષ્ટ નથી. તો ગ્રુપની છેલ્લી લીગ મેચ 18 ફેબ્રુઆરીએ નામિબિયા સામે થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pakistan Government Salman Agha 20 World Cup
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ