બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:42 AM, 3 February 2026
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નાટક ખતમ થવાનું નામ જ નથી લઈ રહ્યા. T20 વર્લ્ડ કપ 2026 માં યોજાશે.પાકિસ્તાને ભારત સામે મેચ રમવાનો ઇનકાર કર્યો હતો અને હવે સૂત્રોના જણાવ્યા પ્રમાણે PCB એ મેચ માટે શરતો જણાવી છે. પાકિસ્તાની મીડિયા અહેવાલો અનુસાર પાકિસ્તાન ટીમ ફક્ત ત્યારે જ ભારત સામે રમશે જો બાંગ્લાદેશને T20 વર્લ્ડ કપમાં પાછી લાવવામાં આવશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 15 ફેબ્રુઆરીએ યોજાવાની હતી પરંતુ PCB એ હવે તે ન રમવાનો નિર્ણય લીધો છે.
ADVERTISEMENT
ICC એ બાંગ્લાદેશને T20 વર્લ્ડ કપમાંથી બાકાત રાખ્યું છે કારણ કે ટીમના બોર્ડે અચાનક માંગ કરી હતી કે તેની બધી મેચ ભારતથી શ્રીલંકામાં શિફ્ટ કરવા માંગે છે. BCB એ આ અચાનક માંગ કરી કારણ કે મુસ્તફિઝુર રહેમાનને IPL માંથી બહાર કરવામાં આવ્યા હતા. ICC એ બાંગ્લાદેશની માંગ સ્વીકારી ન હત અને જ્યારે આ મુદ્દા પર મતદાન થયું ત્યારે BCB ને કારમી હારનો સામનો કરવો પડ્યો. આમ છતાં BCB તેની માંગ પર અડગ રહ્યું અને આખરે ICC એ તેને બાકાત રાખ્યું અને સ્કોટલેન્ડને તક આપી.
ADVERTISEMENT
🚨 BIG ANNOUNCEMENT BY PCB 🚨
— 𝐀. (@was_abdd) February 2, 2026
Pakistan will only consider calling off the boycott and will only play against India on 15th if the ICC brings Bangladesh back into the World Cup. (Qadir Khawaja) pic.twitter.com/bXjF3ds66Q
ADVERTISEMENT
બાંગ્લાદેશના બહાર થયા પછી પાકિસ્તાને આ મુદ્દાને રાજકીય રંગ આપવાનું શરૂ કર્યું. PCB એ તેની સરકાર સાથે આ બાબતે ચર્ચા કરી અને આખરે નિર્ણય લીધો કે પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાં રમશે પરંતુ ભારત સામેની મેચનો બહિષ્કાર કરશે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ICCએ એ સાબિત કરવું જોઇએ કે..., પાક.ને ICCની ચેતવણી વચ્ચે શાહિદ આફ્રિદીનું મોટું નિવેદન
પાકિસ્તાનના આ પગલા બાદ ICC એ તેને સંભવિત નાણાકીય ફટકા અંગે ચેતવણી આપી છે. પાકિસ્તાન આ વાતથી વાકેફ છે અને એવું માનવામાં આવે છે કે PCB ટૂંક સમયમાં આ મુદ્દા પર યુ-ટર્ન લઈ શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.