બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ICCએ એ સાબિત કરવું જોઇએ કે..., પાક.ને ICCની ચેતવણી વચ્ચે શાહિદ આફ્રિદીનું મોટું નિવેદન
Last Updated: 03:50 PM, 2 February 2026
ભારત સામે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 મેચને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે, પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીનું એક નિવેદન સામે આવ્યું છે.આફ્રિદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું કે તે ક્રિકેટને રાજકારણથી ઉપર માને છે, પરંતુ તેમ છતાં, તે પાકિસ્તાન સરકારના નિર્ણયના સમર્થનમાં ઉભો છે.
ADVERTISEMENT
પાકિસ્તાન સરકારે T20 વર્લ્ડ કપ માટે ટીમના શ્રીલંકા પ્રવાસને મંજૂરી આપી હતી, પરંતુ ભારત સામે ગ્રુપ મેચ ન રમવાનો નિર્ણય લીધો હતો. શાહિદ આફ્રિદીએ લખ્યું કે, તે હંમેશા માનતો રહ્યો છે કે ક્રિકેટ એવા દરવાજા ખોલી શકે છે જે રાજકારણ બંધ કરે છે. જોકે, તેણે એ પણ સ્વીકાર્યું કર્યુ છે કે તેઓ ભારત સામે મેચ રમી રહ્યા નથી તે દુર્ભાગ્યપૂર્ણ છે.

ADVERTISEMENT
શાહિદ આફ્રિદીએ પોતાની પોસ્ટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) પર જ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ ફક્ત નિવેદનો આપવાનો સમય નથી, પરંતુ નિર્ણયો લઈને નેતૃત્વ દેખાડવાનો સમય છે.આફ્રિદીએ લખ્યું કે ICC એ સાબિત કરવું જોઈએ કે તે બધા સભ્ય દેશો પ્રત્યે ન્યાયી, સ્વતંત્ર અને નિષ્પક્ષ છે. તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ICC તેના નિર્ણય પર પાકિસ્તાન સામે સંભાવિત કડક કાર્યવાહી કરવા પર વિચાર કરી રહી છે.
શાહિદ આફ્રિદી લખે છે, "મેં હંમેશા માન્યું છે કે જ્યારે રાજકારણ દરવાજા બંધ કરે છે, ત્યારે ક્રિકેટ નવા રસ્તા ખોલી શકે છે. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાં ભારત સામે નહીં. રમે" પરંતુ હું મારી સરકારના નિર્ણયને સમર્થન આપું છું. આ સમય ફક્ત ICC માટે નેતૃત્વ પૂરું પાડવાનો અને નિવેદનો આપવાનો નથી, પરંતુ તેના કાર્યો દ્વારા સાબિત કરવાનો છે કે તે દરેક સભ્ય માટે નિષ્પક્ષ, સ્વતંત્ર અને ન્યાયીસંગત છે.
ADVERTISEMENT
શાહિદ આફ્રિદીનું નિવેદન મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે ઘણા ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટરો ભારત સામે મેચ ન રમવાના નિર્ણય અંગે બે ભાગમાં વહેચાયેલા દેખાય છે. કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓ તેની ટીકા કરી રહ્યા છે, જ્યારે આફ્રિદી જેવા મોટા નામો ખુલ્લેઆમ સરકારની સાથે ઊભા રહેલા દેખાય છે.ICC એ પહેલાથી જ આ સમગ્ર મામલા પર ચિંતા વ્યક્ત કરી છે. ICC એ કહ્યું છે કે, પસંદગીયુક્ત ભાગીદારી વૈશ્વિક ક્રિકેટના હિતમાં નથી.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના ચેરમેન મોહસીન નકવી તરફથી હજુ સુધી કોઈ વિગતવાર સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. ભારત સામેની મેચનો બહિષ્કાર હવે ફક્ત એક મેચનો મુદ્દો રહ્યો નથી.આ મુદ્દો ICC ની વિશ્વસનીયતા, પાકિસ્તાન ક્રિકેટના ભવિષ્ય અને વૈશ્વિક ક્રિકેટના રાજકારણ સાથે સીધો જોડાયેલો છે. તેથી, શાહિદ આફ્રિદીના નિવેદનથી વિવાદ વધુ ભડકવાની શક્યતા માનવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.