ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / મુંબઈ / sonu nigam viral video khayyam sahab mumbai

વાયરલ / ખય્યામ સાહેબની અંતિમવિધિમાં બન્યું એવું કે સોશ્યલ મીડિયા પર વીડિયો થઈ રહ્યો છે વાયરલ

Published By: Kavan

Last Updated: 10:48 PM, 20 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બૉલીવુડ મુવીઝમાં એકથી એક ચઢિયાતા ગીતો આપનારા મ્યુઝિક ડાયરેક્ટર ખય્યામનું સોમવારે મુંબઈમાં નિધન થયું. 92 વર્ષની ઉંમરમાં હાર્ટ એટેક આવવાથી તેમનું નિધન થયું. તેમના નિધનની ખબરથી બૉલીવુડ સહિત તમામ સંગીત પ્રેમીઓમાં શોકની લાગણી પ્રસરી ગઈ.

ADVERTISEMENT

સોનુ નિગમે આપી કાંધ

મંગળવારે ખય્યામને અંતિમ વિદાઈ અપાઈ હતી. જ્યાં ખય્યામના પરિવારને સાંત્વના આપવા માટે દિગ્ગજ સિંગર સોનુ નિગમ સહિત સિને જગતના મોટા કલાકારો પહોંચ્યાં હતાં. આ દરમ્યાન એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં સોનુ નિગમ, સંગીતકાર ખય્યામના પાર્થિવ દેહને કાંધ આપતો દેખાય છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

His great music 👍 #khayyam lives in our hearts forever 🙏 #rip

A post shared by Viral Bhayani (@viralbhayani) on

પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ભીની આંખે ખય્યામ સાહેબના પાર્થિવ દેહને લઈ જવાઈ રહ્યો છે. કાંધ અપાનારાઓમાં સોનુ નિગમ સૌથી આગળ નજરે પડે છે. મહાન સંગીતકારના નિધનની ખબરથી લોકોના વચ્ચે શોકની લહેર પ્રસરી ગઈ. પ્રધાનમંત્રી મોદીએ ખય્યામ સાહેબના નિધન પર ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો. 

ફિલ્મ ઇન્ડસ્ટ્રી શોક મગ્ન

આ ઉપરાંત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી કરણ જોહર, મહાનાયક અમિતાભ બચ્ચન, આયુષ્માન ખુરાના, જાવેદ અખ્તર, લતા મંગેશકર અને વરુણ ગ્રોવર સહિત તમામ કલાકારોએ ખય્યામ સાહેબને ટ્વિટર પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. 

ઉમરાવ જાન જેવી જાણીતી ફિલ્મમાં આપ્યું સંગીત

ખય્યામ જતાં જતાં પોતાના 10 કરોડ એ લોકોને નામ કરી ગયા કે જાણીને કરશો સલામ

આપને જણાવી દઇએ કે, કભી કભી અને ઉમરાવ જાન જેવી ફિલ્મો માટે ફિલ્મફેર એવોર્ડ મેળવી ચૂકેલા ખય્યામે પોતાના કરિયરની શરૂઆત 1947માં કરી હતી. વો સુબહ કભી તો જાયેગી, જાને ક્યાં ઢૂંઢતી રહેતી હૈ યે આંખે મુઝમે, બુઝા દિએ હે ખુદ અપને હાથો, ઠહરિયે હોશ મેં આ લૂં, તુમ અપના રંજો ગમ અપની પરેશાની મુજે દે દો, શામે ગમ કી કસમ, બહારોં મેરા જીવન ભી સંવારો જેવા અનેક ગીતોમાં પોતાના સંગીતથી ચાર ચાંદ લગાવી ચૂક્યાં છે ખય્યામ.

સંકળાયેલા મુદ્દાઓ

Khayyam bollywood Sonu Nigam Video viral music director ગુજરાતી ન્યૂઝ Viral

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ