ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / 5 મિનિટમાં આવી જશે ઊંઘ, સોશિયલ મીડિયામાં વાયરલ થયું સ્લીપિંગ હેક, અનિદ્રાનો જોરદાર ઉપાય

લાઈફસ્ટાઈલ / 5 મિનિટમાં આવી જશે ઊંઘ, સોશિયલ મીડિયામાં વાયરલ થયું સ્લીપિંગ હેક, અનિદ્રાનો જોરદાર ઉપાય

Published By: Nirav Kumar

Last Updated: 07:30 PM, 24 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમને રાત્રે જલ્દી ઊંઘ નથી આવતી? તો આજે અમે તમને એક વાયરલ સ્લીપિંગ હેક વિષે જણાવીશું જે તમને ઊંઘવામાં મદદ કરી શકે છે.

ADVERTISEMENT

શું તમે રાત્રે સુતી વખતે કરવટો બદલો છો અને જલ્દી ઊંઘ નથી આવતી? ઘણા એવા લોકો હોય છે જેમને રાત્રે પથારીમાં પડ્યા બાદ જલ્દી ઊંઘ નથી આવતી. આ પરિસ્થિતિમાં શું કરવું તે સમજવું મુશ્કેલ હોય છે. ઊંઘની ગોળીઓ લેવી એ સારી બાબત નથી. આથી નેચરલ ટીપ્સ અજમાવવી વધુ હેલ્થી મનાય છે. આજકાલ સોશિયલ મીડિયા પર એક સ્લીપિંગ હેક વાયરલ થઈ રહી છે. લોકો દાવો કરી રહ્યા છે કે તે તમને થોડા સમયમાં ઊંઘવામાં મદદ કરે છે. ચાલો તેને સમજીએ.

  • સ્લીપિંગ હેક વાયરલ

સોશિયલ મીડિયા પર એક સ્લીપિંગ હેક વાયરલ થઈ રહી છે. તે કોઈ જર્નલિંગ અથવા ડાયરી રાઈટિંગ જેવી આદત નથી પરંતુ એક સિમ્પલ કસરત છે જે તમારા મનને શાંત અને સ્થિર કરવામાં મદદ કરે છે. ફેમસ ન્યુરોસાયન્ટિસ્ટ એન્ડ્રુ હ્યુબરમેને પણ તેના વિશે પોસ્ટ કરી છે અને ખૂબ અસરકારક ગણાવી છે. આ હેક લગભગ 72 ટકા લોકો માટે પરફેક્ટ છે. તો ચાલો જાણીએ કે તેમાં શું કરવાનું હોય છે.

vtv app promotion
  • સૂતી વખતે આ કામ કરો

જ્યારે પણ તમે સૂવા જાઓ છો ત્યારે તમે આ સિમ્પલ એક્સરસાઈઝ કરી શકો છો. એના માટે આરામથી બેડ પર આડા પડો અને તમારી આંખો બંધ કરો. હવે તમારે તમારી બંધ આંખોની કીકી (કાળો ભાગ)ને મુવ કરવાનું. પહેલા કીકીને જમણી બાજુ, પછી ડાબી બાજુ, પછી ઉપર, પછી નીચે, પછી ઘડિયાળની દિશામાં, પછી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં મુવ કરો. તમારી આંખો બંધ કરીને આ મુવમેન્ટ કરવાની રહેશે.

વધુ વાંચો : શું આદુવાળી ચા પીવાથી ખરેખર વજનમાં ઘટાડો થાય? રિસર્ચમાં થયો ખુલાસો

  • સર્કલને રીપીટ કરો

તમારી આંખોની કીકીને લેફ્ટ, રાઈટ, અપ ડાઉન કલોક વાઈઝ, એન્ટી ક્લોક વાઈઝ મુવ કરતા રહો. તમારે થોડા સમય સુધી આ સર્કલને રીપીટ કરો. જેમાં કેટલાક લોકો માત્ર 5-6 રાઉન્ડ બાદ સૂઈ જાય છે જ્યારે બીજા લોકોને 10-15 રાઉન્ડ લાગે છે. જો તમને ક્યારેય ઊંઘવામાં તકલીફ પડી રહી હોય તો આ ટ્રિક અજમાવી શકો છો.

(Disclaimer : આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sleep Sleeping Hack Sleeping Pills

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ