બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / shyam chorasiya make earrings, which can help for womens safty

સેફ્ટી ડિવાઈસ / હવે છોકરીઓની છેડતી કરનારાઓની ખેર નથી, ઝૂમકામાંથી નીકળશે એવી વસ્તુ કે ઊભી પૂંછડીએ ભાગશે

Intern

Last Updated: 05:28 PM, 27 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલાઓની સલામતીને વધુ મજબુત બનાવવા માટે વારાણસીના એક યુવાને નવી શોધ કરી છે. શ્યામ ચૌરસિયા નામના આ યુવકે એક ઝુમકા તૈયાર કર્યા છે જેમાંથી ' મરચાની ગોળી ' બહાર આવશે.

  • છોકરીઓની સલામતી માટે  'હથિયાર' બનાવ્યું
  • છેડતી, બળાત્કાર  જેવી ઘટનાઓને રોકવા માટે ઝુમકા  તૈયાર કરાયા 

આ ઝુમકા વારાણસીના પહાડિયાના અશોક ઇન્સ્ટિટ્યૂટ ખાતે સંશોધન અને વિકાસ વિભાગના પ્રભારી શ્યામ ચૌરસિયાએ બનાવ્યા છે. તેમનું કહેવું છે કે, આ  ઝુમકા ગર્લ્સ સ્ટુડન્ટ્સને બચાવવા તેમજ પુરુષોને પાઠ ભણાવવામાં મદદરૂપ થશે.

દેશમાં મહિલાઓ સાથે છેડતી, બળાત્કાર  જેવી ઘટનાઓને રોકવા માટે ઝુમકા  તૈયાર કરાયા છે. આ સંશોધન ખૂબ અસરકારક સાબિત થશે. આ મહિલાઓના રક્ષણ માટે કવચનું કામ કરશે. કાનમાં પહેરવામાં આવતી એરિંગ્સ હવે મહિલાઓને સુરક્ષિત કરશે. આની સાથે, સ્ત્રી  આત્મ-બચાવ તો કરી જ શકશે સાથે સાથે છેડતી કરતા રોડ સાઈડ રોમિયોને, પુરુષોને અટકાવવામાં પણ સફળ રહેશે.

આ ઝુમકા છેડતી બંધ કરવામાં સ્માર્ટ છે. તેની સુંદરતા ફક્ત તેને સ્માર્ટ નથી બનાવતા,  પરંતુ તેના ગુણો પણ સ્માર્ટ છે. મરચાની ગોળીઓ આ કાનની બુટ્ટીમાંથી વરસશે. તેને બનાવનારા વારાણસીના શ્યામ ચૌરસિયાએ જણાવ્યું હતું કે, આ ઇવ ટીચિંગ (સ્માર્ટ એયરિંગ ગન) એક ડિવાઇસ છે. તે છતાં તે મહિલાના દાગીના જેવું જ દેખાય છે.

આ સ્માર્ટ એરિંગ ગનમાં લાઉડ અવાજની  સાથે છેડતી કરતા પુરુષો પર લાલ અને લીલા મરચાંની ગોળીઓ ચલાવવાની ક્ષમતા ધરાવે છે. આ કાનની બેંગમાં બંધબેસતા બટનને દબાવવાથી શક્ય બનશે. એક બટનને દબાવવાથી, છેડતી કરનાર પર મરચાની ગોળીનો વરસાદ શરૂ થઈ જશે અને તે ગભરાઈને ભાગવા લાગશે.

માહિતી 112 અને 100 ડાયલ્સ સુધી પહોંચશે

આ ઉપકરણની એક વિશેષતા એ છે કે, 100 અને 112 ડાયલ્સ પર તરત જ માહિતી મોકલી શકે છે. છેડતી કરનારથી હેરાન થતી મહિલા બટન દબાવશે તો તરત જ કોલ ઇમરજન્સી નંબર 112 તથા 100 પર ડાયલ થઈ જશે.

બ્લૂટૂથના ઉપયોગથી સુવિધા લેવાશે

આ એરિંગ ગન કોઈપણ મોબાઇલના બ્લૂટૂથ સાથે જોડીને ઉપયોગમાં લેવાય તેવી સુવિધા છે. મહિલાઓ માટે આ સુવિધા પોતાને બચાવવા માટે વધુ ઉપયોગી  થશે. વધુ મુશ્કેલીના સંજોગોમાં, તેને હાથમાં લઈ ગોળી પણ ચલાવી શકાય છે. જેમાં લીલી અને લાલ મરચાના પાવડરવાળી ટેબ્લેટ બહાર આવશે. મોબાઇલના બ્લૂટૂથને એક કલાક ચાર્જ કરવા પર, તે આખા અઠવાડિયું ચાલશે.

ચાર મહિનામાં  તૈયાર થયુ ડિવાઈસ 

આ ડિવાઈસ તૈયાર કરવામાં શ્યામ ચૌરસિયાને ચાર મહિનાનો સમય લાગ્યો હતો. તેનું વજન પણ ખૂબ ઓછું છે. તેનું વજન લગભગ 45 ગ્રામ છે અને લંબાઈ લગભગ 3 ઇંચ છે. આ એરિંગ ગનમાં 3 ઇંચ લાંબી 5 મીમી જાડા ફોલ્ડિંગ બેરલ છે. એરિંગ ગનમાં ફીટ કરીને મહિલાઓ છેડતી કરનારને પાઠ ભણાવી શકશે. આ ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાં 3.70 વોલ્ટની બેટરી અને 2 સ્વીચ છે. પ્રથમ સ્વિચ એ બંદૂકનો ટ્રિગર છે અને બીજો સ્વીચ 112 અને 100 નંબર ડાયલ કરે છે. તેને તૈયાર કરવા માટે ફક્ત 450 રૂપિયાનો ખર્ચ થયો છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Earrings Varanasi shyam chorasiya  ઝુમકા એરિંગ્સ વારાણસી શ્યામ ચૌરસિયા safty device
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ