ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ઘણા ભક્તો શ્રાવણ મહિનામાં ઇચ્છાપૂર્તિ માટે કાચુ કે પાકું બીલીફળ શિવલિંગને અર્પણ કરાતા હોય છે. આજ રીતે શ્રાવણ માસની આસપાસના સમયગાળામાં મળતા 'બીજરૂ' નામના ફળ પણ બીલીફળની જેમ જ ઇચ્છાપૂર્તિ માટે શિવજીને ચઢાવાતુ હોય છે. તેનું પણ એક આગવું મહત્વ છે.
ADVERTISEMENT

શિવજીને કોઇપણ રંગના સુગંધના, કોઇપણ આકારના કે સાઇઝના ફુલો અર્પણ કરાય છે. માત્ર એક કેવડાનું ફુલ કેવડા ત્રીજના દિવસે જ અર્પણ કરી શકાય છે. બાકી તો સુગંધ વગરના ફુલો પણ શિવજીને સ્વીકાર્ય હોય છે. એવા સુગંધ વગના ફુલોને સ્વીકારીને પણ ભોળા શિવજી આપણને આશિવાર્દ જ આપે છે.
ADVERTISEMENT
જ્યારે શિવલિંગ પર અવિરત જલધારાનો અભિષેક કરતા રહેવાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ છે. સુષ્ટિને ઝેરની અસરથી મુક્ત રાખવા માટે જ શિવજીએ હળાહળ વિષપાન કરીને કંઠમાં એ વિષને સ્થગિત કરી લીધું. જેથી તેમના શરીરે અસ્હ્ય ગરમીમાં તપતાં રહેવું પડે છે. જેના કારણે શિવજીનું એક પ્યારૂ નામ નિલકંઠ પણ છે. અને જળધારા સતત શિવલિંગ પર થતી રહેતી હોવાથી શિતળતા પ્રદાન થાય છે. જેથી દાહની પીડા નહીવત થઇ જાય છે.
આમ જે ભક્તો શિવજીને દાહની પીડામાંથી રાહત અપાવે છે. શિવજી તે ભક્તોની જિંદગીની ઝોળીને સફળતાની ખુશીઓથી ભરી દેતા હોય છે. ભક્તોની જિંદગીમાં આવતા હજારો દુ:ખોનું નિકારણ પણ શિવજી કરતા રહે છે. (ક્રમશ;)
- પરેશ દેશાઇ (જ્યોતિષ)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો