ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
શ્રાવણ મહિનામાં સૌ કોઇ દેવાધીદેવ શિવની પૂજા કરે છે અને એમાંય શ્રાવણ મહિનાનો સોમાવાર ખાસ ગણવામાં આવે છે. શ્રાવણ માસ શિવજીને પ્રિય છે કારણ કે આ માસ તેમને શિતળતા આપનાર છે. તે દરેક વસ્તુ જે શિતળતા આપે તે શિવજીને પ્રિય છે.
ADVERTISEMENT
ભાગવત મહાપુરાણમાં સમુદ્રમંથનની કથા છે. દેવતાઓ અને દાનવોએ જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે તેમાંથી હળાહળ વિષ નીકળ્યું. આ વિષ એટલું વિનાશક હતું કે જો તેનું એક ટીપું પણ સૃષ્ટિ પર પડે તો પ્રલય આવી જાય. તેવામાં ભગવાન વિષ્ણુએ દેવતાઓને કહ્યું કે તે શિવજીને મનાવે અને આ વિષનો ઉપાય જણાવે કારણ કે માત્ર તે જ સૃષ્ટિને આ સંકટથી બચાવી શકે છે. દેવતાઓની વાત સાંભળી શિવજીએ હળાહળ વિષ પી લીધું અને તેને પોતાના ગળામાં ધારણ કરી લીધું આ કારણે જ શિવજીનો કંઠ લીલા રંગનું જોવા મળે છે.
ADVERTISEMENT
વિષ ગળામાં ધારણ કરવાના કારણે જ તેમનું એક નામ નીલકંઠ પણ પડ્યું છે. શિવજીએ વિષ તો પી લીધું પરંતુ તેનો પ્રભાવ તેમના શરીર પર પડવા લાગ્યો. આ જોઈ ભગવાનને ઠંડક મળે તે માટે તેના પર જળ ચઢાવવામાં આવ્યું. જળ ચઢાવવાથી શિવજી પ્રસન્ન થયા અને ત્યારથી જ શિવજી પર જળ ચઢાવવાની પ્રથા પણ શરૂ થઈ. આ કારણથી જ શ્રાવણ માસ પણ શિવજીનો પ્રિય માસ છે. ભક્તો શ્રાવણ માસમાં શિવભક્તિ કરી અને શિવજીનો આભાર માને છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો