ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
હનુમાન ચાલીસા વિવાદ હવે ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રી સુધી પહોંચી ગયો છે. અમરાવતીના નિર્દલીય સાંસદ નવનીત રાણાએ માતોશ્રી બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાનું એલાન કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ જાહેરાત બાદ ગુસ્સે ભરાયેલા શિવસૈનિકોએ શનિવારે સવારે નવનીત રાણાના ઘરની બહાર ભારે હોબાળો મચાવ્યો હતો. કાર્યકરો બેરિકેડ તોડી અંદર પ્રવેશ્યા હતા.
મારા પર હુમલો થશે તો જવાબદારી સીએમની
ADVERTISEMENT
નવનીત રાણાના ઘર બહાર હોબાળો થયો તેમ છતાં નવનીત રાણા ઘરની બહાર નીકળવા મક્કમ જણાયા. તેઓએ કહ્યું હું નીચે જઇશ, ગેટની બહાર પણ જઇશે. મને કોઈ રોકી શકશે નહીં. જો મારા પર કોઈ હુમલો થશે તો તેની જવાબદારી સીએમની રહેશે.
ADVERTISEMENT
#WATCH Shiv Sena workers protest outside the residence of Amravati MP Navneet Rana in Mumbai as the MP plans to chant Hanuman Chalisa along with her husband MLA Ravi Rana outside 'Matoshree' the residence of #Maharashtra CM Uddhav Thackeray pic.twitter.com/OR7CQQpWlk
— ANI (@ANI) April 23, 2022
ADVERTISEMENT
નવનીત રાણાને મળી Y કેટેગરીની સુરક્ષા
નવનીત રાણાના આ એલાન બાદ મુંબઇ પોલીસે એક નોટિસ મોકલી. જેમાં લખવામાં આવ્યું હતું કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ઘરની બહાર હનુમાન ચાલીસા કરવાની મનાઇ છે. જો રવિ રાણા કે નવનીત રાણા ઘરની બહાર નીકળવાની કોશિશ કરશે તો તેઓને બહાર નહિ નીકળવા દઇએ અને જો પોલીસે જોર જબરદસ્તી કરી તો પોલસી પણ કાર્યવાહી કરશે. જો કે આ વિવાદ બાદ ખતરાને જોતા કેન્દ્ર સરકારે નવનીત રાણાને Y કેટેગરીની સુરક્ષા પુરી પાડી છે.
ADVERTISEMENT
#WATCH Maharashtra | Shiv Sena workers protest outside the residence of Amravati MP Navneet Rana in Mumbai
— ANI (@ANI) April 23, 2022
She along with her husband, Ravi Rana, an independent MLA from Badnera, plan to chant the Hanuman Chalisa outside 'Matoshree', the private residence of CM Uddhav Thackeray pic.twitter.com/Lm818pUWFd
ADVERTISEMENT
નવનીત અને રવિને ગણાવ્યા બંટી-બબલી
શિવસેનાએ સાંસદ નવનીત રાણા પર આકરા પ્રહારો કર્યા હતા. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે આ ધર્મની આડમાં સ્ટંટ છે. તેણે નવનીત અને તેના ધારાસભ્ય પતિને બંટી-બબલી ગણાવ્યા હતા. તો બીજી તરફ આ જાહેરાત બાદ શિવસૈનિકો પણ એલર્ટ પર છે. માતોશ્રી પર શિવસૈનિકોની ભીડને કારણે વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર અંધેરીથી બાંદ્રા સુધીના રસ્તા પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો.
Maharashtra CM ordered Shiv Sena workers to heckle us. They're breaking the barricades. I'm reiterating that I'll go outside & will chant Hanuman Chalisa at 'Matroshree'. CM only knows how to throw people in jail: MP Navneet Rana at her residence in Mumbai pic.twitter.com/iaSU5EXENf
— ANI (@ANI) April 23, 2022
આખરે કોણ છે નવનીત રાણા?
નવનીઝ રાણાનું પૂરું નામ નવનીત કૌર રાણા છે. તેમનો જન્મ મુંબઈમાં પંજાબી પરિવારમાં થયો હતો. નવનીતના પિતા આર્મીમાં હતા. રાણાએ 12મા ધોરણ પછી અભ્યાસ છોડીને મોડલિંગનું ક્ષેત્ર પસંદ કર્યું અને તેમાં પોતાનું કરિયર બનાવ્યું. મોડલિંગ સિવાય તેણે તેલુગુ, કન્નડ, મલયાલમ, પંજાબી અને કેટલીક હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. નવનીતના લગ્ન રવિ રાણા સાથે થયા હતા અને તેમની સાથે લગ્ન કર્યા પછી જ તેણીએ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેણીએ 2014ની લોકસભા ચૂંટણી કોંગ્રેસની ટિકિટ પર લડી હતી પરંતુ હારી ગઈ હતી. તે જ સમયે, 2019 માં, NCP અને કોંગ્રેસના સમર્થનથી, તેણી અમરાવતીથી અપક્ષ સાંસદ તરીકે ચૂંટાઈ હતી. તેમણે આ સીટ પર શિવસેનાના ઉમેદવારને હરાવ્યા હતા. નવનીતના પતિ રવિ રાણા મહારાષ્ટ્રમાં સ્વતંત્ર ધારાસભ્ય છે અને યોગ ગુરુ બાબા રામદેવના ભત્રીજા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો