ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / Saudi Arabia airstrike on Yemen at least 300 people dead

એર સ્ટ્રાઇક / UAE રોષે ભરાયું: ધડાધડ એરસ્ટ્રાઈકમાં 300થી વધુની મોતની આશંકા, ખંડેર બની રહ્યો છે આ દેશ

Published By: Khyati

Last Updated: 04:29 PM, 22 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉદી અરેબિયાએ યમનમાં હુથીઓના ઠેકાણાને નિશાનો બનાવી કરી એરસ્ટ્રાઇક. એરસ્ટ્રાઇકમાં સ્થાનિકો પણ મોતને ભેટ્યા

ADVERTISEMENT

  • સાઉદી અરેબિયાએ યમનમાં કરી બોમ્બવર્ષા
  • હુથી વિદ્રોહીઓને બનાવાયા નિશાને
  • એરસ્ટ્રાઇકમાં સ્થાનિકો પણ મોતને ભેટ્યા 


UAEની રાજધાની અબુધાબીમાં હુથી વિદ્રોહીઓ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ યમનમાં બોમ્બ વર્ષા કરવામાં આવી રહી છે. હુથી વિદ્રોહીઓના ઠેકાણાને નિશાનો બનાવીને  સતત બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે.  આ એરસ્ટ્રાઇકમાં સામાન્ય નાગરિકોના પણ મોત નીપજ્યા છે.  સાઉદી અરબના નેતૃત્વવાળા ગઠબંધનના ચોથે દિવસે એરસ્ટ્રાઇક યથાવત રહી હતી. હુતી વિદ્રોહીઓનો આરોપ છે કે સાઉદી અરબની સેનાએ યમનના ઉત્તરી સાદા પ્રાંત એક ડિટેન્શન સેન્ટર પર 59થી વધારે એરસ્ટ્રાઇક કરવામાં આવી. આ હુમલામાં 77 લોકોના મોત જ્યારે 146 લોકો ઘાયલ થયા. સાદા હૂતી વિદ્રોહીઓનો ગઢ માનવામાં આવે છે. જો કે સાઉદી અરબ તેનાથી ઇન્કાર કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર મળતા સમાચાર મુજબ યમનમાં મરનારની સંખ્યા 300થી વધારે થઇગઇ છે. જેમાં મોટી સંખ્યામાં બાળકો પણ છે.

સાઉદી અરેબિયન ગઠબંધન 2015થી હુથી વિદ્રોહીઓ સામે લડી રહ્યું છે. લાંબા સમયથી ચાલી રહેલા લોહિયાળ સંઘર્ષે શુક્રવારે અચાનક નાટકીય વળાંક લીધો અને હુમલાઓ શરૂ થઈ ગયા. યુએનના વડા એન્ટોનિયો ગુટેરેસે હુમલાની નિંદા કરી છે.

યમનનું ગૃહયુદ્ધ 2014 માં શરૂ થયું હતું, જ્યારે હુથીઓ સાદામાં તેમના બેઝથી રાજધાની સના પર કબજો કરવા આગળ વધ્યા હતા. ત્યારે સાઉદીની આગેવાની હેઠળની સેનાએ સરકારને સમર્થન આપવા માટે દરમિયાનગીરી કરવી પડી હતી.

3 જાન્યુઆરીના રોજ, હુથી બળવાખોરોએ લાલ સમુદ્રમાં સંયુક્ત આરબ અમીરાતના ધ્વજવાળા જહાજને હાઇજેક કર્યું હતું. આનાથી મામલો વધુ ખરાબ થયો.

સંયુક્ત આરબ અમીરાત (UAE) ની રાજધાની અબુ ધાબીમાં હુથી બળવાખોરો દ્વારા કરવામાં આવેલા હુમલાએ આ લડાઈમાં બળતણ ઉમેર્યું અને હવે સાઉદી અરેબિયાની સેના હુથી બળવાખોરો પર હવાઈ હુમલા કરી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Airstrike Saudi Arabia Yemen એર સ્ટ્રાઈક મોત યમન વિદ્રોહી Saudi Arabia drone attack

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ