ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / rupinder handa cooking bread pakodas and making chapatis for farmers in border viral video

સમર્થન / VIDEO : પંજાબી સિંગરે રસ્તા પર ખેડૂતો માટે ભજીયા તળ્યાં, સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે વીડિયો

Published By: vtvAdmin

Last Updated: 01:16 PM, 8 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકાર દ્વારા લાવેલા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનાં પંજાબી ફિલ્મ ઉદ્યોગના તમામ કલાકારો કરી રહ્યાં છે.

ADVERTISEMENT

પંજાબી ગાયકોએ ખેડૂતોના સમર્થનમાં ગીતો ગાયાં અને હવે સોશિયલ મીડિયા પર આવી રહેલી નવી તસવીરોમાં ગાયક રુપિન્દર હાંડા ખેડૂતો માટે રોટલી અને બ્રેડના ભજીયા બનાવતા નજરે પડી રહી છે.

આ તસવીરો અને વીડિયો ખુદ રુપિન્દરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે ખેડૂતો ઘણા સમયથી કૃષિ કાયદામાં સુધારો કરવાની માંગ કરી રહ્યા છે અને હવે તેમાં ખેડૂતોનો સાથ આપતા રુપિંદર હાંડાએ આ વીડિયો ટિકરી બોર્ડર પરથી શૅર કરી છે. પોસ્ટના કૅપ્શનમાં રૂપિંદરે લખ્યું કે આજે પણ લંગરની સેવા આપી રહ્યાં છે. વાહેગુરુ ભલું કરે.

 

આ વીડિયોમાં, રુપિંદર ભજીયા બનાવી રહી છે તે દેખી શકાય છે. આ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર શેર કરવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે પંજાબી ગાયકો જ્યાં પોતાના ગીતોથી ખેડૂત આંદોલનમાં પ્રાણ ફૂંકવાનો પ્રયત્ન કરી રહ્યાં છે જ્યારે બાજી બાજુ આર્થિક મદદ પણ કરી રહ્યાં છે.

દિલજીતે એક કરોડ રૂપિયાનું દાન આપ્યું

આ અગાઉ પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંજે દિલ્હીમાં આંદોલનકારી ખેડૂતો  એક કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. આ નાણાંથી ખેડુતોને ગરમ વસ્ત્રો આપવામાં આવશે. ઠંડા વાતાવરણમાં પંજાબના ખેડુતો અને વડીલો સરહદ પર ધરણા કરી રહ્યા છે. આવી સ્થિતિમાં દિલજીતે શિયાળાને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Delhi Farmer Protest Rupinder Handa farmer Protest ખેડૂત આંદોલન farmer protest

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ