ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / Rupa Ganguly questioned why sushant was missing in meeting with PM and bollywood delegation
ADVERTISEMENT
અત્યાર સુધી ઘણા લોકો બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પર સવાલ ઉઠાવી રહ્યા છે. લોકોનું માનવું છે કે સુશાંત બોલિવૂડમાં કેમ્પ અને નેપોટિઝમનો શિકાર હતો, જેના કારણે તેણે હતાશામાં આવીને આત્મહત્યા જેવું જોખમી પગલું ભર્યું હતું. હવે અભિનેત્રી અને ભાજપના સાંસદ રૂપા ગાંગુલી સતત સુશાંત વિશે સોશિયલ મીડિયા પર તાખા સવાલો ઉભા કરી રહ્યા છે. સુશાંતની આત્મહત્યા પર સવાલ ઉઠાવતા તેમણે સીબીઆઈ તપાસની માંગ કરી છે.
ADVERTISEMENT
રૂપા ગાંગુલીએ થોડાં દિવસો પહેલાં PM મોદીથી મળેલા બૉલીવુડના ડેલિગેશન વિશે ટ્વિટ કરીને કહ્યું કે, કરણ જોહરની ચાર્ટર્ડ ફ્લાઈટમાં કલાકારો મુંબઈથી દિલ્હી આવ્યાં હતાં. શું આ ડેલિગેશનમાં સુશાંત હતો?

ADVERTISEMENT
આગળનાં ટ્વીટમાં તેમણે લખ્યું કે, 'ડિસેમ્બર 2018 થી જાન્યુઆરી 2019 સુધીના માનનીય પ્રધાનમંત્રી બૉલીવુડ કલાકારોને કેટલી વાર મળ્યા? શું સુશાંત એમાં હાજર હતો? '
તેની આગામી ટવીટમાં રૂપા ગાંગુલીએ સવાલ કર્યો કે પ્રધાનમંત્રીની બેઠક બોલીવુડના કલાકારો સાથે કોણે ગોઠવી? તેમણે લખ્યું, 'પીએમ મોદી અને બૉલીવુડના કેટલાક કલાકારો વચ્ચે આ બેઠકનું આયોજન અને સંકલન કોણે કર્યુ? પ્રધાનમંત્રીને મળવા માટે કેટલીક પ્રોસેસ છે અને મને ખાતરી છે કે સુશાંત જેવો ટેલેન્ટેડ વ્યક્તિ બાકી ન રહે. આખરે આ લિસ્ટ કોણે તૈયારી કર્યુ હતું? '
ADVERTISEMENT
Our Hon'ble PM is always interested in meeting #brilliant #futuristic minds. This is a footage of his oath taking ceremony where #sushant is present#cbiforsushant #SushantSinghRajput @CMOMaharashtra @AmitShah @narendramodi pic.twitter.com/QuaJVJ2uYs
— Roopa Ganguly (@RoopaSpeaks) July 14, 2020
ADVERTISEMENT
રૂપાએ તેના ટ્વિટમાં આ સવાલ ઉઠાવતા કહ્યું કે આ બેઠકોમાં સુશાંતની એક પણ તસવીર શા માટે નથી. તેમણે પ્રધાનમંત્રીની શપથ ગ્રહણ સમારોહની એક તસવીર શેર કરી છે જેમાં સુશાંત કપિલ શર્મા અને કરણ જોહરની વચ્ચે બેઠા જોવા મળે છે. રૂપાએ કહ્યું કે, પીએમ મોદી હંમેશા આવા તેજસ્વી લોકોને અને ભવિષ્ય વિશે વિચારતા લોકોને મળવા ઉત્સુક રહે છે. તેમણે લખ્યું છે કે પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા PMના શપથ ગ્રહણ સમારોહ માટે બોલાવાયેલા મહેમાનોની સૂચિ તૈયાર કરવામાં આવી હતી, તેથી સુશાંતને પણ તેમાં શામેલ કરવામાં આવ્યો હતો.
સુશાંત સિંહની મોત આત્મહત્યા લાગી જ નથી રહી : રૂપા ગાંગુલી
ADVERTISEMENT
એક ઈન્ટરવ્યૂમાં પણ રૂપા ગાંગુલીએ કહ્યું હતું કે સુંશાંત સિંહની મોત કોઈ પણ રીતે આત્મહત્યા લાગી જ નથી રહી. સંપૂર્ણપણે આમાં શંકા છે અને આ હત્યાનો જ મામલો છે તેમ કહ્યું હતું. આ ઈન્ટરવ્યૂટનો વીડિયો તમે નીચે જોઈ શકો છો.
ADVERTISEMENT
નોંધપાત્ર વાત એ છે કે રૂપા ગાંગુલી સિવાય કંગના રનૌત, શેખર સુમન, પાયલ રોહતગી જેવા અનેક ફિલ્મ કલાકારોએ સુશાંતની આત્મહત્યાની સીબીઆઈ તપાસની માંગ કરી છે. હાલમાં મુંબઇ પોલીસ તેની તપાસ કરી રહી છે, જેમાં સુશાંતના પરિવાર, મિત્રો અને બોલીવુડ સાથે સંકળાયેલા લોકો સહિત સુશાંતના આપઘાત કેસમાં અત્યાર સુધીમાં 36 લોકોની પૂછપરછ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ