બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Rs 2,000 notes not printed in 2 years, govt tells Lok Sabha

લોકસભામાં ખુલાસો / 2000ની નોટને લઈને સામે આવ્યા મોટા સમાચાર, જાણો તમારે જાણવું કેમ જરૂરી?

Published By: Hiralal

Last Updated: 07:01 PM, 15 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારે લોકસભામાં જણાવ્યું છે કે છેલ્લા 2 વર્ષમાં 2 હજારની એક પણ નોટ છપાઈ નથી. નોટની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે.

  • 2000ની નોટને લઈને નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે લોકસભામાં આપી માહિતી
  • 2018 માં 2000 રુપિયાની 336.2 કરોડ નોટ ચલણમાં હતી 
  • 2021 માં 2000 ની નોટની સંખ્યા ઘટીને 249.9 કરોડ થઈ 

શું કેન્દ્ર સરકાર 2000 ની ગુલાબી નોટ બંધ કરવા જઈ રહી છે. સરકાર વતી સોમવારે લોકસભામાં આ મુદ્દે જવાબ રજૂ કરાયો હતો. સરકારના જવાબથી તો 2000 ની નોટ બંધ થવાનું લાગી રહ્યું છે. જોકે સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરાઈ નથી. 

2000 ની નોટના છાપકામ પર નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુર શું બોલ્યા 

નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે લોકસભામાં એક લેખિત સવાલના જવાબમાં કહ્યું કે 30 માર્ચ 2018 ના રોજ 2000 રુપિયાની 336.2 કરોડ નોટ ચલણમાં હતી જ્યારે 26 ફેબ્રુઆરી 2021 ના રોજ તેની સંખ્યા ઘટીને 249.9 કરોડ રહી ગઈ હતી.

2020-21 માં 2000 રુપિયાની નોટના છાપકામનો કોઈ ઓર્ડર અપાયો નથી.

અનુરાગ ઠાકરે જણાવ્યું કે કોઈ પણ ચલણી નોટ છાપવાનો નિર્ણય લોકોની લેવડદેવડની માગ પૂરી કરવા માટે આરબીઆઈની સલાહ અનુસાર લેવામાં આવે છે.તેમણે કહ્યું કે 2019-20 અને 2020-21 માં 2000 રુપિયાની નોટના છાપકામનો કોઈ ઓર્ડર અપાયો નથી.

2016-17 માં 354.2991 કરોડની નોટ છપાઈ હતી.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ 2019 માં જણાવ્યુ હતુ કે નાણાકીય વર્ષ 2016-17 માં 354.2991 કરોડની નોટ છપાઈ હતી. જોકે 2017-18 માં ફક્ત 11.1507 કરોડની નોટનું છાપકામ કરાયું હતું. 2018-19 માં 4.669 કરોડની નોટ છાપવામાં આવી હતી. મનાઈ રહ્યું છે કે આ નિર્ણય કાળા નાણા પર લગામ કસવા માટે કરાયો છે. નવેમ્બર 2016 માં 500 અને 1000 રુપિયાની નોટ ચલણમાંથી બહાર કરાયા બાદ સરકારે 500 અને 2000 ની નવી નોટ જારી કરી હતી. 2000 ની નોટની ઉપરાંત સરકારે 10,20,50 અને 100 રુપિયાની નવી નોટ પણ જારી કરી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

000 notes 2000 ની નોટ Anurag Thakur Finance Ministry Rs 2 lok sabha અનુરાગ ઠાકુર લોકસભામાં સરકાર currency notes

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ