ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / EPFOનો નવો નિયમ, 20 દિવસમાં ક્લેમ ક્લિયર નહીં થાય તો અધિકારીને થશે દંડ

કામની વાત / EPFOનો નવો નિયમ, 20 દિવસમાં ક્લેમ ક્લિયર નહીં થાય તો અધિકારીને થશે દંડ

Published By: Nirav Kumar

Last Updated: 04:03 PM, 2 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

EPFOની સોશિયલ સિક્યોરીટી યોજનાઓમાં ડિજિટલ સર્વિસ અને ક્લેમની પતાવટને ખૂબ મહત્વ અપાયું છે. જેમાં મોડું થવા પર જવાબદાર અધિકારીની જવાબદારી ફિક્સ કરીને તેમને દંડ કરાશે.

ADVERTISEMENT

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ની નવી સોશિયલ સિક્યોરીટી યોજનાઓમાં ડિજિટલ સર્વિસ અને સમયસર ક્લેમની પતાવટને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. જેમાં નવા નિયમોમાં જો PF ઉપાડ, પેન્શન કે વીમા ક્લેમ સમયસર નિકાલ કરવામાં ન આવે તો સંબંધિત અધિકારીને દંડ થઇ શકે છે. જેમાં શ્રમ અને રોજગાર મંત્રાલયે સોશિયલ સિક્યોરીટી સંહિતા હેઠળ ત્રણ નવી યોજનાઓને લીસ્ટ કરી છે. જેમાં EPFOની કર્મચારી ભવિષ્ય નિધિ યોજના 2026, કર્મચારી પેન્શન યોજના 2026 અને ડિપોઝિટ-લિંક્ડ વીમા યોજના 2026નો સમાવેશ થાય છે. આ નવી યોજનાઓમાં જૂના નિયમો બદલાશે. EPFO ​​ના આ પગલાથી ડિજિટલ પ્રોસેસને પ્રોત્સાહન મળશે.

  • 20 દિવસમાં ક્લેમનું સમાધાન

EPFO ​​ના નવા નિયમો મુજબ જો તમામ જરૂરી ડોક્યુમેન્ટ અને ઔપચારિકતાઓ પૂરી થયા છતાં PF ઉપાડ, પેન્શન કે વીમા ક્લેમનો નિકાલ 20 દિવસની અંદર ન થાય તો સંબંધિત કમિશનર કે અધિકારી જવાબદાર રહેશે. આવા કિસ્સામાં મોડું થયાના સમયગાળા માટે લાભની રકમ પર વાર્ષિક 12% ના દરે દંડાત્મક વ્યાજ વસૂલવામાં આવશે.

  • અધિકારીના પગારમાંથી કપાશે વ્યાજ

EPFO ​​ના નવા નિયમોમાં સૌથી મહત્વની બાબત એ છે કે આ વ્યાજ EPFO ​​ફંડમાંથી નહીં પરંતુ જવાબદાર અધિકારીના પગારમાંથી વસૂલ કરી શકાય છે. જેનો હેતુ અધિકારીઓની જવાબદારી સુનિશ્ચિત કરવા અને ક્લેમની પ્રોસેસને ઝડપી બનાવવાનો છે.

vtv hiring 2
  • પહેલા શું હતો નિયમ?

પહેલાં ડિલે ક્લેમ પર દંડાત્મક વ્યાજની જોગવાઈ હતી પરંતુ તેનો દર EPFO ​​દ્વારા જાહેર કરાયેલ PF વ્યાજ દર જેટલો હતો. હવે તેને બદલીને વાર્ષિક 12% ના નિશ્ચિત દરમાં બદલી દેવામાં આવ્યો છે. નવી યોજનાઓમાં કર્મચારીઓ અને નોકરી આપનાર માટેના યોગદાનના નિયમોમાં કોઈ મોટા ફેરફારો નથી. જેમાં કર્મચારીઓ પહેલાની જેમ તેમના બેસિક સેલરીના 12% યોગદાન આપશે. નોકરી આપનાર પણ 12% કોન્ટ્રીબ્યુશન આપવાનું ચાલુ રાખશે. નોકરી આપનારના કોન્ટ્રીબ્યુશનમાંથી 8.33% કર્મચારી પેન્શન યોજનામાં જશે. કેન્દ્ર સરકાર પહેલાની જેમ 1.16% કોન્ટ્રીબ્યુશન આપશે.

  • ડિજિટલ અનુપાલન પર ભાર

EPFOની નવી યોજનાઓનું મુખ્ય ફોકસ ડિજિટલ સર્વિસને મજબૂત બનાવવાનું છે. જેમાં તેનો ઉદ્દેશ્ય EPFO ​​સભ્યોને ઓફિસની મુલાકાત લીધા વગર દરેક સર્વિસ ઓનલાઈન આપવાનો છે. આ યોજનામાં ક્લેમ અને અરજીઓની ઈ-ફાઈલિંગને પ્રોત્સાહન આપવામાં આવશે. EPFOથી મુક્ત સંસ્થાઓ અને PF ટ્રસ્ટોએ પણ ઓનલાઈન ડોક્યુમેન્ટ સબમિશન કરવું પડશે. જેમાં સભ્યો PF ઉપાડ, પેન્શન અને વીમા સર્વિસ વધુ ઝડપથી અને પારદર્શક રીતે ઍક્સેસ કરી શકશે.

વધુ વાંચો : ફ્લાઇટ ટિકિટ મોંઘી લાગે છે? આ સરળ ટ્રિક્સથી કરો હજારો રૂપિયાની બચત

  • કર્મચારીઓ માટે શું?

PF અને પેન્શન ક્લેમની પતાવટમાં મોડું ઓછું થશે. અધિકારીઓની જવાબદારી વધશે. ઓનલાઈન પ્રોસેસના પરિણામે પેપરવર્ક ઓછું થશે અને સર્વિસ ઝડપી બનશે. જેમાં ક્લેમની સ્થિતિને ડિજિટલ રીતે ટ્રેક કરવી પણ સરળ બનશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Employees EPFO Social Security Schemes

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ