બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ફ્લાઇટ ટિકિટ મોંઘી લાગે છે? આ સરળ ટ્રિક્સથી કરો હજારો રૂપિયાની બચત
9 ફોટો ગેલેરી
Last Updated: 01:30 PM, 1 July 2026
1/9
ઘણી વખત લોકો માને છે કે ફ્લાઇટ ટિકિટ હંમેશા મોંઘી જ હોય છે, પરંતુ હકીકતમાં યોગ્ય સમય અને યોગ્ય રીતથી બુકિંગ કરવામાં આવે તો સસ્તી ટિકિટ મળવી શક્ય છે. ખાસ કરીને વેકેશન અથવા તહેવારોના સમયમાં ભાડું ઝડપથી વધી જાય છે. આવી સ્થિતિમાં કેટલીક સરળ ટ્રાવેલ ટિપ્સ તમારા પ્રવાસનો ખર્ચ ઘટાડવામાં મદદ કરી શકે છે. થોડું આયોજન અને સરખામણી કરીને તમે હજારો રૂપિયાની બચત કરી શકો છો.
2/9
મોટા અને વ્યસ્ત એરપોર્ટ પરથી ઉડાન ભરતી ફ્લાઇટ્સનું ભાડું ઘણી વખત વધુ હોય છે. જો તમારા શહેરની નજીક અન્ય કોઈ નાનું એરપોર્ટ હોય તો ત્યાંથી ઉપલબ્ધ ફ્લાઇટ્સ પણ તપાસો. ઘણી એરલાઇન્સ આવા એરપોર્ટ પરથી ઓછી કિંમતમાં સેવા આપે છે. થોડું વધારાનું રોડ ટ્રાવેલ કરીને તમે ટિકિટમાં સારી બચત કરી શકો છો.
3/9
ઘણા લોકો એક જ એરલાઇનમાં રાઉન્ડ ટ્રિપ બુક કરે છે, કારણ કે તેમને લાગે છે કે તે સસ્તી પડશે. પરંતુ દરેક વખતે આવું જ હોય એવું જરૂરી નથી. અલગ-અલગ એરલાઇનના ભાડાની સરખામણી કરો અને જવા માટે એક તથા પરત આવવા માટે બીજી એરલાઇન પસંદ કરો. આ રીતે કુલ ખર્ચમાં ઘટાડો થઈ શકે છે.
4/9
છેલ્લી ઘડીએ ફ્લાઇટ ટિકિટ બુક કરશો તો મોટાભાગે વધુ ભાડું ચૂકવવું પડે છે. પ્રવાસની તારીખ નક્કી થતાં જ શક્ય હોય તો એકથી દોઢ મહિના પહેલાં બુકિંગ કરી લો. વહેલા બુકિંગમાં વધુ વિકલ્પો મળે છે અને ભાડું પણ પ્રમાણમાં ઓછું રહે છે. ખાસ કરીને લોકપ્રિય રૂટ્સ માટે આ નિયમ વધુ અસરકારક સાબિત થાય છે.
5/9
ટિકિટ બુક કરતા પહેલાં માત્ર એક વેબસાઇટ અથવા એપ પર નિર્ભર ન રહો. વિવિધ ટ્રાવેલ પ્લેટફોર્મ અને એરલાઇનની ઓફિશિયલ વેબસાઇટ પર ભાવ તપાસો. ઘણા પ્લેટફોર્મ પર ‘પ્રાઇસ એલર્ટ’ અથવા ‘ટ્રેક પ્રાઇસ’ જેવી સુવિધા પણ મળે છે, જે ભાડું ઘટે ત્યારે તમને જાણ કરે છે. આ ફીચરનો ઉપયોગ કરીને યોગ્ય સમયે બુકિંગ કરી શકાય છે.
6/9
7/9
8/9
9/9
ઘણી એરલાઇન્સ અને બેંકો સમયાંતરે ડિસ્કાઉન્ટ, કૂપન અથવા કેશબેક ઓફર કરતી હોય છે. જો તમે ટ્રાવેલ ક્રેડિટ કાર્ડ અથવા લોયલ્ટી પ્રોગ્રામનો ઉપયોગ કરો છો તો રિવોર્ડ પોઇન્ટ્સ દ્વારા પણ ટિકિટ સસ્તી મેળવી શકો છો. બુકિંગ પહેલાં ઉપલબ્ધ ઓફર્સ જરૂર તપાસો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ