ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / religion vastu tips about god and goddess statues in the home

ધર્મ / મંદિરમાં રાખવામાં આવેલ મૂર્તિ-તસવીર અચાનક તુટી જાય તો તાત્કાલિત કરો આ કામ

Published By: vtvAdmin

Last Updated: 06:43 PM, 7 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇશ્વર એક એવી શક્તિ છે જેની આપણે ખુબ જ અટૂટ ભાવે પૂજા કરીએ છીએ. ઇશ્વર આપણી તમામ સમસ્ચાઓને ખતમ કરવાની ક્ષમતા રાખે છે. દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે આપણે મંદિર જઇએ છીએ અને ઘરમાં જ મંદિર બનાવી વિભિન્ન ભગવાનોની મૂર્તિ અથવા તસવીર રાખીએ છીએ. જ્યારે વાસ્તુ અનુસાર મૂર્તિઓ ખુબ જ સંવેદનશીલ માનવામાં આવે છે.

ADVERTISEMENT

તેમની પૂજા વગેરેમાં ઘણી સાવધાની રાખવી જોઇએ. મૂર્તિ અને તસવીર અંગે મહત્વપૂર્ણ વાત એ છે કે તે ક્યાંય થી પણ ખંડિત ન હોવી જોઇએ. ખંડિત મૂર્તિ અથવા ફોટોની પૂજા અશુભ માનવામાં આવે છે. 

મંદિરમાં રાખવામાં આવતી ખંડિત મૂર્તિઓ વિશે પહેલા એ જાણવું જરૂરી છે કે, ખંડિત અથવા અશુભ મૂર્તિઓ કોને કહે છે. ઘણીવાર ભૂલથી ભગવાનની કોઇ મૂર્તિ હાથથી છુટી જાય છે જેથી તેમા તિરાડ પડી જાય છે. અથવા મૂર્તિનો કેટલોક ભાગ તુટી જાય છે.

આ પ્રકારની મૂર્તિઓને ખંડિત અથવા અશુભ મૂર્તિઓ કહે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ આવી મૂર્તિઓને મંદિરમાં ન રાખવી જોઇએ.


આ પ્રકારની મૂર્તિઓને કોઇ પવિત્ર નદીમાં પ્રવાહિત કરી દેવી જોઇએ અથવા કોઇ મંદિરમાં પીપળાના ઝાડ નીચે મુકી દેવી જોઇએ. કેમકે ઘરમાં ભગવાનની ખંડિત મૂર્તિઓ રાખવાથી વાસ્તુદોષ લાગે છે. અને નકારાત્મકતા બની રહે છે. માત્ર મૂર્તિ જ નહીં પરંતુ ખંડિત દીપકનો પણ ક્યારેય ઉપયોગ ન કરવો જોઇએ. કેમકે તેનાથી ઘરમાં દરિદ્રતા વધે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Devotional News Religious News Vastu Shastra vastu tips Devotional

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ