બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઇન્ડિયન બેંકમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરના પદો પર પડી ભરતી, જાણો લાયકાતથી લઇ તમામ વિગત

કરિયર / ઇન્ડિયન બેંકમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરના પદો પર પડી ભરતી, જાણો લાયકાતથી લઇ તમામ વિગત

Nirav Kumar

Last Updated: 01:29 AM, 13 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્ડિયન બેંકે વિવિધ પોસ્ટ માટે 350 જગ્યાની ભરતી પાડી છે. જેમાં ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત 8 એપ્રિલના રોજ શરુ થઇ હતી અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 28 એપ્રિલ 2026 છે.

ઇન્ડિયન બેંકે 350 સ્પેશિયાલિસ્ટ ઓફિસર (SO) પદો માટે પાડી છે. આ ભરતી યુવાનો માટે શાનદાર કરિયરના મોકા લઈને આવ્યું છે. આ પદોમાં મેનેજર, સિનિયર મેનેજર અને આસિસ્ટન્ટ મેનેજરનો સમાવેશ થાય છે. જેમાં ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 28 એપ્રિલ 2026 રખાઈ છે.

  • પદની વિગતો

આ ભરતીમાં IT, ફાઇનાન્સ, ક્રેડિટ, રિસ્ક અને માર્કેટિંગ સહિત વિવિધ વિભાગોનો સમાવેશ થાય છે. જેમાં મેનેજર (ક્રેડિટ) માં સૌથી વધુ 80 પદો છે. ફાઇનાન્સિયલ એનાલિસ્ટ, HR અને માર્કેટિંગ માટે પણ અનેક જગ્યાઓ છે. સિનિયર મેનેજર અને વિશેષ ભૂમિકાઓ માટે પણ ખાલી જગ્યાઓ છે. જેમાં કુલ 350 પદો ભરવામાં આવશે. દરેક પદ માટે અલગ અલગ પાત્રતા માપદંડ નક્કી કરાયા છે.

  • લાયકાત અને અનુભવ જરૂરી

IT પદો માટે એન્જિનિયરિંગ કે ટેકનોલોજી ડિગ્રી જરૂરી છે. કમ્પ્યુટર સાયન્સ, IT કે ઇલેક્ટ્રોનિક્સમાં અભ્યાસ માંગવામાં આવ્યો છે. કેટલીક જગ્યાઓ માટે પોસ્ટ-ગ્રેજ્યુએશન કે NIELIT પ્રમાણપત્ર જરૂરી રહેશે. તો બીજા પદો માટે સંબંધિત અનુભવ સાથે સ્નાતક માંગવામાં આવ્યું છે. આ સિવાય 1 થી 4 વર્ષનો અનુભવ પણ માંગવામાં આવ્યો છે.

vtv app promotion
  • વય મર્યાદા અને છૂટછાટો

આ ભરતીમાં ઉમેદવારોની મીનીમમ ઉંમર 22 થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તો મેક્સીમમ ઉંમર 33 થી 35 વર્ષ રખાઈ છે. જેમાં SC/ST ઉમેદવારો 5 વર્ષ અને OBC ઉમેદવારો 3 વર્ષની છૂટછાટઅપાઈ છે. આ સિવાય PwBD ઉમેદવારોને 10 વર્ષ સુધીની ઉંમરમાં છૂટછાટ મળશે.

  • અરજી ફી

આ ભરતીમાં SC/ST/PwBD માટે ફી 175 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તો બીજા તમામ ઉમેદવારો માટે ફી 1000 રૂપિયા નક્કી કરવામાં આવી છે.આ ફી ઓનલાઈન ચૂકવવાની રહેશે.

  • પગાર અને પસંદગી પ્રક્રિયા

આ ભરતી આકર્ષક પગાર મળશે.જેમાં સ્કેલ-I: પગાર 48,480 થી 85,920 રૂપિયા સુધી. સ્કેલ-II: પગાર 64,820 થી 93,960 રૂપિયા સુધી. સ્કેલ-III: પગાર 85,920 થી 1,05,280 રૂપિયા સુધી મળશે.એમાં પસંદગી પ્રક્રિયામાં લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુ આપવાનો થશે. ત્યાર બાદ શોર્ટલિસ્ટિંગ પ્રક્રિયા હશે. પછી ટેસ્ટ અને ઇન્ટરવ્યુ લેવામાં આવશે.

વધુ વાંચો : સાઉથ ઈસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડમાં વિવિધ પોસ્ટ પર ભરતી, આ તારીખથી ફોર્મ ભરવાની થશે શરૂઆત

  • ઓનલાઈન અરજી કેવી રીતે કરવી
  1. પહેલા indianbank.bank.in પર જવું.
  2. પછી 'Recruitment of Specialist Officers-2026' લિંક પર ક્લિક કરવું.
  3. ન્યુ રજીસ્ટ્રેશન અરજી કરો અને લોગ ઇન કરો
  4. ત્યાર બાદ ફોર્મ ભરો, જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  5. પછી ફી ચૂકવો અને ભવિષ્યના સંદર્ભ માટે ફોર્મ પ્રિન્ટ લઈને રાખો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Senior Manager Indian Bank Recruitment
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ