બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સાઉથ ઈસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડમાં વિવિધ પોસ્ટ પર ભરતી, આ તારીખથી ફોર્મ ભરવાની થશે શરૂઆત
Last Updated: 12:00 AM, 11 April 2026
સરકારી નોકરીની તૈયારી કરતા લોકો માટે સારા સમાચાર છે. કેમ કે, ભારત સરકારની મીની રત્ન કંપની સાઉથ ઈસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ દ્વારા 1055 ખાલી જગ્યાઓ માટે ભરતી પાડવામાં આવી છે. આ ભરતી માટે અરજીઓ 15 એપ્રિલથી શરૂ થશે અને 14 મે 2026 છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી છે. જેમાં લાયક અને રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ secl-cil.in ની મુલાકાત લઈને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT

ADVERTISEMENT
આ ભરતીમાં તમારે મેટ્રિક પાસ કરેલ હોવું જોઈએ અને સંબંધિત ક્ષેત્રમાં ડિપ્લોમા હોવું જોઈએ. જેમાં ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને 8 એપ્રિલ 2026 સુધીમાં ઓછામાં ઓછી 30 વર્ષની હોવી જોઈએ. જેમાં અનામત કેટેગરીના ઉમેદવારોને નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
ADVERTISEMENT
આ ભરતી માટે અરજીઓ ઓનલાઈન જ કરી શકાશે. જેમાં જનરલ, ઓબીસી અને ઇડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારોએ 1180 રૂપિયાની અરજી ફી સબમિટ કરવાની રહેશે. SC, ST અને PH ઉમેદવારો ફ્રી અરજી કરી શકે છે.
ADVERTISEMENT
આ ભરતી માટે પસંદગી માટે અરજદારોએ માત્ર કમ્પ્યુટર બેસ્ડ ટેસ્ટ (CBT) માં ભાગ લેવો પડશે. જેમાં જરૂરી કટઓફ માર્ક્સ પૂરૂ કરનારા ઉમેદવારોએ પરીક્ષા બાદ ડોક્યુમેન્ટ વેરીફીકેશન પ્રક્રિયા થશે. જેમાં પસંદ કરાયેલા ઉમેદવારોને 47330.25 રૂપિયા માસિક પગાર મળશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.