બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / IFFCO માં આ પોસ્ટ પર પડી ભરતી, ફોર્મ ભરવા માટે 15 એપ્રિલ છેલ્લો મોકો

કરિયર / IFFCO માં આ પોસ્ટ પર પડી ભરતી, ફોર્મ ભરવા માટે 15 એપ્રિલ છેલ્લો મોકો

Nirav Kumar

Last Updated: 01:59 AM, 9 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IFFCO ટ્રેઇની (એકાઉન્ટ્સ) પદ પર ભરતી પડી છે. જેમાં 15 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. પાસ થયેલા ઉમેદવારોને વાર્ષિક પેકેજ આશરે 12 લાખ રૂપિયા સુધી મળી શકે છે.

જો તમે એકાઉન્ટ્સ અને ફાઇનાન્સ ક્ષેત્રમાં કરિયર બનાવવા માંગતા હોવ તો એક શાનદાર મોકો આવ્યો છે. જેમાં IFFCO એ ટ્રેઇની (એકાઉન્ટ્સ) પદ માટે ભરતી પાડી છે. આ ભરતી પ્રોસેસ લાયક ઉમેદવારોને દેશભરમાં કામ કરવાનો મોકો પૂરો પાડશે. જેમાં ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે  તો 15 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે.

  • પાત્રતા
    IFFCO ટ્રેઇની (એકાઉન્ટ્સ) પદ માટે ઉમેદવારોએ CA (ઈન્ટરમીડિયેટ) પાસ કરેલ હોવું જોઈએ અને માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનમાં ઓછામાં ઓછા 60% ગુણ હોવા જોઈએ. આ લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.
  • વય મર્યાદા
    મહત્તમ વય મર્યાદા 30 વર્ષ છે. અનામત કેટેગરીના ઉમેદવારોને ઉંમરમાં છૂટ આપવામાં આવશે. SC/ST ઉમેદવારોને 5 વર્ષની છૂટ મળશે અને OBC ઉમેદવારોને 3 વર્ષની છૂટ મળશે. ઉમેદવારોને કોર્પોરેટ ફાઇનાન્સ, એકાઉન્ટ્સ, ટેક્સેશન અને ટ્રેઝરી મેનેજમેન્ટની મજબૂત સમજ હોવી જોઈએ. ERP કે SAP નું બેઝીક નોલેજ પણ જરૂરી છે. એક કરતાં વધુ ભારતીય ભાષાઓનું નોલેજને બેનીફીટ મળશે.
vtv app promotion

આ ભરતીમાં પસંદ કરાયેલા ઉમેદવારોને ભારતમાં ગમે ત્યાં પોસ્ટ કરી શકાય છે. તેમને વિવિધ IFFCO ઓફિસો અને તેની પેટાકંપનીઓમાં કામ કરવાનો મોકો મળશે. આ એક ટ્રાન્સફરેબલ નોકરી છે.

  • પગાર અને બોન્ડ
    પસંદ કરાયેલા ઉમેદવારોએ ટ્રેનીંગ બાદ ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી IFFCO માં કામ કરવું પડશે. તેમને સર્વિસ બોન્ડ પર સહી કરવાની જરૂર પડશે. કંપનીના નિયમો મુજબ પગાર અને બીજા બેનીફીટ આપવામાં આવશે. IFFCO માં તાલીમાર્થી (એકાઉન્ટ્સ) પદ માટે પગાર ઘણો સારો છે. ટ્રેનીંગ દરમિયાન દર મહિને આશરે 48,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે, જેમાં અમુક ભથ્થાંનો સમાવેશ થાય છે. ટ્રેનીંગ બાદ પગાર દર મહિને આશરે 40,000 થી 75,000 રૂપિયા સુધી વધશે અને વાર્ષિક પેકેજ આશરે 12 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે.
  • પસંદગી પ્રોસેસ
    આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી ત્રણ તબક્કામાં કરવામાં આવશે. એમાં પહેલા CBT લેવામાં આવશે. ત્યારબાદ સફળ ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. છેલ્લે મેડીકલ ટેસ્ટ બાદ અંતિમ પસંદગી કરવામાં આવશે.

વધુ વાંચો : આ સરકારી કંપનીમાં ગ્રેડ A અને B ઓફિસરની પડી ભરતી, ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ નજીક

  • આ રીતે ભરવું ફોર્મ

પહેલા વેબસાઇટ, aavedan.iffco.coop/iffcorecruitment/  પર જાઓ.
હોમપેજ પર ટ્રેઇની (એકાઉન્ટ્સ) ભરતી લિંક પર ક્લિક કરો.
ઓનલાઇન અરજી ફોર્મ ખોલો અને બધી જરૂરી માહિતી યોગ્ય રીતે ભરો.
હવે, જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
ફોર્મ ભર્યા બાદ બધી માહિતી કાળજીપૂર્વક તપાસો.
છેલ્લે અરજી ફોર્મ સબમિટ કરો અને તેની પ્રિન્ટઆઉટ સાચવો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IFFCO Recruitment Trainee Accounts
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ