ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / Read this case before urinating while standing on the road

સાવધાન / રસ્તા પર ઉભા રહીને પેશાબ કરતા પહેલા સો વખત વિચારજો, નહીંતર પસ્તાશો

Published By: Intern

Last Updated: 08:04 PM, 16 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રસ્તા પર પેશાબ કરવો કાનૂની રીતે દંડનીય છે પરંતુ ઉત્તર પ્રદેશના નોઇડામાં એક યુવકને રસ્તા પર પોતાની BMW કાર પાર્ક કરીને પેશાબ કરવા જવું એટલું મોંઘુ પડ્યું કે,ચોરને તક મળતા જ તે BMW લઈને ફરાર થઇ ગયો.

ADVERTISEMENT

  • રસ્તા પર પેશાબ કરવું પડ્યું મોંઘુ, યુવકની BMW કાર થઇ ચોરી 
  • ચોરી થયેલી BMW કાર યુવકની બહેનના પતિની હતી 
  • બહેનના પતિને કારની 40 લાખની લોન ચુકવવાની પણ બાકી છે  

આ ઘટના નોઇડાના સેક્ટર-90ની છે. શનિવાર રાતે ઋષભ અરોડા એક પાર્ટીથી પરત ફરી રહ્યા હતા. ત્યારે જ રસ્તામાં તે પેશાબ કરવા માટે ઉભા રહ્યા, અને તેજ સમયે કેટલાક લોકોએ આવી તેની કાર ચોરી કરી ફરાર થઇ ગયા. 

બનેવીની કાર લઇને ચોર ફરાર 

ઋષભ અરોડાનું કહેવું છે કે આ કાર તેની બહેનના પતિની છે અને હજી પણ કારની 40 લાખની લોન ચુકવવાની બાકી છે. પોલીસના કહેવા પ્રમાણે, ઋષભ અરોડા સ્ટોક બ્રોકરનું કામ કરે છે. 

પોલીસે ઘટના સ્થળે પહોંચીને કરી તપાસ 

વરિષ્ઠ પુલિસ અધિકારી હરીશ ચંદનના કહેવા પ્રમાણે જ્યારે તેને આ વાતની ખબર પડી કે કોઈ એક વ્યક્તિ BMW કાર ચોરી ગયું છે ત્યારે તે દરેક પોલીસ અધિકારીયો સહિત વરિષ્ઠ અધિકારી સાથે સ્થળ પર પહોંચ્યા હતા. 

જાણભેદુએ ચોરી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં થયો ખુલાસો 

હરીશ ચંદને કહ્યું સ્થળ પર હાજર થોડા લોકોએ જણાવ્યું કે પૂરી ઘટનાને જોતા આવું લાગ્યું કે કોઈએ આ ચોરી પૂરી યોજના બનાવીને કરી હોઈ શકે અને કદાચ તે વ્યક્તિ કાર માલિકને ઓળખતો પણ હોય. પોલીસે આ સંપૂર્ણ ઘટનાની FIR રજીસ્ટર્ડ કરી લીધી છે.  
 

સંકળાયેલા મુદ્દાઓ

BMW Robbery urinating કાર ચોરી ચોરી પેશાબ Be aware

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ