ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / rape allegation on footballer diego maradona woman claim

આરોપ / 16 વર્ષની હતી ત્યારે તેણે મને ડ્રગ આપ્યું અને પછી આચર્યું દુષ્કર્મ, જાણીતા ખેલાડી પર આરોપ લાગતા હાહાકાર

Published By: Kavan

Last Updated: 07:25 PM, 23 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાણીતા ફુટબોલર ડિએગો મેરાડોના પર એક 37 વર્ષીય મહિલાએ દુષ્કર્મનો આક્ષેપ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

ADVERTISEMENT

  • જાણીતા ફુટબોલર ડિએગો મેરાડોના પર લાગ્યો રેપનો આરોપ
  • મહિલાએ કહ્યું- 40 વર્ષ પહેલા મારી સાથે આચર્યું હતું દુષ્કર્મ
  • ડ્રગ્સ આપવાનો પણ કર્યો આક્ષેપ

મેરાડોનાનું ગત વર્ષે 60 વર્ષની ઉંમરે નિધન થયું છે. મહિલાનો દાવો છે કે, 20 વર્ષ પહેલા જ્યારે તેણી સગીર વયની હતી ત્યારે મારાડોનાએ તેની સાથે બળાત્કાર કર્યો હતો. 

મહિલાનું નામ માવિસ અલ્વારેઝ છે અને તે ક્યૂબાની રહેવાસી છે, જો કે, હાલ તેણી અમેરિકાના મિયામીમાં રહે છે અને તેણે સોમવારે મીડિયા સામે આર્જેટીનાના ડિએગો મેરાડોના પર રેપ, હિંસા, દૂર્વ્યવહાર જેવા સંગીન આક્ષેપો કર્યા હતા. 

16 વર્ષની વયે થયો બળાત્કાર 

અલ્વારેઝનું કહેવું છે કે, તે 16 વર્ષની ઉંમરે મારાડોનાને મળી હતી. તે સમયે મારાડોના 40 વર્ષના હતા અને ક્યૂબામાં રહેતા હતા. ત્યારે તેમનું નશીલી દવાઓની લતનો ઈલાજ ચાલી રહ્યો હતો. મહિલાએ આક્ષેપ કર્યો છે કે, આ દરમિયાન મારાડોનાએ તેણીની સાથે રૅપ કર્યો હતો.

ડ્રગ્સ આપવાનો પણ લગાવ્યો આરોપ 

અલ્વારેઝે જણાવ્યું મારાડોનાની સાથે તેનો સંબંધ 4-5 વર્ષ સુધી ચાલ્યો. પરંતુ આ દરમિયાન મારાડોનાએ તેની સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર કર્યો. અલ્વારેઝએ કહ્યું- હું તેને પ્રેમ કરતી હતી પરંતુ તેને નફરત પણ કરતી હતી, મેં આત્મહત્યા વિશે પણ વિચાર્યું હતું. તો તેણીએ ડ્રગ્સ આપવાનો પણ આરોપ લગાવ્યો હતો.

કાર્ડિયાક અરેસ્ટને કારણ થયું નિધન 

આર્જેન્ટિનાના મીડિયા અનુસાર 60 વર્ષીય મેરાડોનાનું નિધન કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું છે. મહત્વનું છે કે મેરાડોના લાંબા સમયથી બીમાર હતા અને આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. મેરાડોનાની વિદાયથી ફૂટબોલ જગતમાં અને ખાસ કરીને તેમના ચાહકોમાં આઘાતની લાગણી ફેલાઈ ગઈ હતી.

મેરાડોનાની કારકિર્દી

પોતાના વ્યાવસાયિક ક્લબ કારકીર્દિ દરમિયાન, મેરાડોનાએ આર્જેન્ટિનાના જુનિયર, બોકા જુનિયર્સ, બાર્સિલોના, સેવિલા, નેવેલના ઓલ્ડ બોય અને નેપોલી તરફથી રમતી વખતે કરાર ફીમાં વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. 

તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં, આર્જેન્ટિના તરફથી રમતા, તેણે 91 કેપ્સ મેળવી અને 34 ગોલ કર્યા. તેણે 1986 ના વર્લ્ડ કપ સહિત ચાર ફિફા વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ્સમાં રમી હતી, જેમાં તેમણે આર્જેન્ટિનાની કેપ્ટનશીપ મળી હતી અને ટૂર્નામેન્ટનો શ્રેષ્ઠ ખેલાડી તરીકે ગોલ્ડન બોલનો એવોર્ડ મેળવ્યો હતો અને ફાઈનલમાં વેસ્ટ જર્મની પર જીત મેળવી હતી. આ જ ટુર્નામેન્ટના ક્વાર્ટર-ફાઇનલ રાઉન્ડમાં, તેણે ઇંગ્લેન્ડ સામે 2-1થી જીત મેળવીને 2 ગોલ કર્યા હતા, જે બે જુદા જુદા કારણોસર ફૂટબોલ ઇતિહાસમાં નોંધાયેલા છે. પ્રથમ ગોલ પેનલ્ટી મુક્ત હેન્ડબોલ હતો જેને "હેન્ડ ઑફ ગોડ" તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે બીજો ગોલ 6 મીટરની દૂરીથી અને ઇંગ્લેન્ડના છ ખેલાડીઓની વચ્ચેથી ગોલ ફટકાર્યો હતો, જેને સામાન્ય રીતે "ગોલ ઓફ ધ સેન્ચ્યુરી" તરીકે ઓળખાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Diego Maradona ડિએગો મેરાડોના ફુટબોલર Diego Maradona

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ