ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Range Rover Electricની ધમાકેદાર એન્ટ્રી, 600KM રેન્જ સાથે ખુલ્યું બુકિંગ, જાણો કિંમત અને ફીચર્સ

photo-story

5 ફોટો ગેલેરી

ઓટો / Range Rover Electricની ધમાકેદાર એન્ટ્રી, 600KM રેન્જ સાથે ખુલ્યું બુકિંગ, જાણો કિંમત અને ફીચર્સ

Last Updated: 05:02 PM, 2 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

લેન્ડ રોવરે તેની પ્રથમ ઓલ-ઈલેક્ટ્રિક 'Range Rover Electric' ભારતમાં રજૂ કરીને બુકિંગ શરૂ કરી દીધું છે. આ લક્ઝરી SUV માત્ર 22 મિનિટમાં 80% સુધી ચાર્જ થઈ જાય છે.

1/5

photoStories-logo

1. Range Rover Electricની ધમાકેદાર એન્ટ્રી, 600KM રેન્જ સાથે ખુલ્યું બુકિંગ, જાણો કિંમત અને ફીચર્સ

લક્ઝરી ઓટોમોબાઈલ ઉત્પાદક કંપની જેગુઆર લેન્ડ રોવરે ભારતીય કાર પ્રેમીઓ માટે એક મોટા સમાચાર આપ્યા છે. કંપનીએ તેની આઇકોનિક અને ફ્લેગશિપ લક્ઝરી SUV નું પ્રથમ ફુલ્લી ઈલેક્ટ્રિક વર્ઝન Range Rover Electric ભારતમાં લોન્ચ કરી દીધું છે. રેન્જ રોવરના 56 વર્ષના ઈતિહાસમાં આ પ્રથમ બેટરી-ઈલેક્ટ્રિક મોડેલ છે, જે દમદાર પર્ફોર્મન્સ, પાવર અને લક્ઝરીને ઝીરો ટેલપાઈપ એમિશન સાથે રજૂ કરે છે. વૈશ્વિક અનવીલની સાથે જ કંપનીએ ભારતમાં આ ઈલેક્ટ્રિક કારનું સત્તાવાર બુકિંગ શરૂ કરી દીધું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. એન્જિન, પાવર અને પરફોર્મન્સ

આ લક્ઝરી SUV માં 118.5 kWh ની વિશાળ લિથિયમ-આયન બેટરી આપવામાં આવી છે. આ સાથે 800-વોલ્ટ આર્કિટેક્ચર અને બે પાવરફુલ ઈલેક્ટ્રિક મોટર્સ જોડાયેલી છે, જે 542 હોર્સપાવર અને 850 Nm નો ટોર્ક જનરેટ કરે છે. સ્પીડની વાત કરીએ તો આ કાર માત્ર 4.5 સેકન્ડમાં 0 થી 100 કિમી/કલાકની ઝડપ પકડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. દમદાર બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ

સિંગલ ચાર્જ પર આ SUV 600 કિલોમીટર સુધીની ક્લેઇમ્ડ રેન્જ આપે છે. 350 kW DC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટના કારણે આ કાર માત્ર 22 મિનિટમાં 10% થી 80% સુધી ચાર્જ થઈ જાય છે, જ્યારે માત્ર 10 મિનિટના ચાર્જિંગમાં આશરે 220 કિમી સુધીની રેન્જ મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ડિઝાઇન, લક્ઝરી અને સેફ્ટી ફિચર્સ

ડિઝાઇનની દ્રષ્ટિએ આ ઈલેક્ટ્રિક કાર તેના ક્લાસિક પેટ્રોલ-ડીઝલ મોડેલ જેવી જ પ્રભાવશાળી દેખાય છે. ઇન્ટિરિયરમાં હાઇ-ક્વોલિટી મટીરિયલ, મેરિડિયન સાઉન્ડ સિસ્ટમ, મોટી ડિસ્પ્લે, કેબિન પ્રી-કન્ડીશનિંગ અને કનેક્ટેડ કાર ટેકનોલોજી આપવામાં આવી છે. સેફ્ટી માટે 360 ડિગ્રી કેમેરા અને એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS) ઉપલબ્ધ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. કિંમત અને બુકિંગ વિગત

આ કાર યુકેના સોલિહુલ પ્લાન્ટમાં તૈયાર થશે અને ભારતમાં સંપૂર્ણ સીબીયુ (CBU - સીધી ઈમ્પોર્ટ) મોડેલ તરીકે લાવવામાં આવશે. ગ્રાહકો ₹10 લાખના ટોકન એમાઉન્ટ સાથે આ કાર બુક કરાવી શકે છે. કંપનીએ કિંમતની સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ અંદાજ મુજબ ભારતમાં તેની કિંમત ₹3 કરોડ કે તેથી વધુ હોઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

JaguarLandRover RangeRoverEV RangeRoverElectric
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ