બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટ અને કચ્છની કોર્ટને ફરી બોમ્બ ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
Last Updated: 02:16 PM, 30 March 2026
રાજકોટની કોર્ટ બિલ્ડિંગને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની નનામી ધમકી મળતા પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. હાલમાં બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા કોર્ટ પરિચરમાં તપાસ શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, રાજકોટ કોર્ટ સંકુલમાં બોમ્બ હોવા અંગેનો એક ધમકીભર્યો મેઇલ મળ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કોર્ટ પરિસરમાં વિસ્ફોટક પ્લાન્ટ કરવામાં આવ્યા છે અને તેને ગમે ત્યારે ઉડાવી દેવામાં આવશે. આ સમાચાર વાયુવેગે ફેલાતા વકીલો, અસીલો અને કોર્ટ સ્ટાફમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
આ પણ વાંચોઃ 1 એપ્રિલે ગંભીરા બ્રિજ પર ટ્રાયલ, 2 એપ્રિલથી અવરજવર શરૂ, પહેલા તબક્કામાં ટુ-વ્હીલર માટે મંજૂરી
ADVERTISEMENT
ડોગ સ્ક્વોડ દ્વારા ખૂણેખૂણાની તપાસ
ધમકી મળતાની સાથે જ રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સુરક્ષાના ભાગરૂપે સમગ્ર કોર્ટ બિલ્ડિંગને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી છે. બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડ દ્વારા ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી રહી છે. કોર્ટના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ સીલ કરી દેવામાં આવ્યા છે અને આવતા-જતા લોકોનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે.
ADVERTISEMENT
ગુજરાતમાં વધુ એક કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. વધુ એકવાર ભુજ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ઈ-મેલ મારફતે ધમકી આપતા બોમ્બ પ્લાન્ટ કર્યો હોવાની ધમકી આપવામાં આવી છે. ધમકીને પગલે બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોર્ડ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ વિવિધ સુરક્ષા એજન્સીઓ પણ કોર્ટ પહોંચી હતી.
કોર્ટ પરિસરમાં પાર્ક કરેલા વાહનોની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. કોર્ટને ઇમેલ દ્વારા ધમકી અપાઈ હતી. ધમકીથી પોલીસનો કાફલો કોર્ટ પહોંચ્યો હતો. સલામતીના ભાગરૂપે કોર્ટ પરિસર ખાલી કરાયું છે. ડોગ સ્ક્વૉડ, બૉમ્બ સ્કવૉડની ટીમ ઘટનાસ્થળે પહોચી છે
ADVERTISEMENT
કોર્ટમાં બોમ્બ મૂક્યો હોવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો હતો. આ અંગેની જાણ થતાં જ ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. વિવિધ સુરક્ષા એજન્સીઓએ મોરચો સંભાળ્યો હતો. કોર્ટ પરિસરમાં પાર્ક કરેલા વાહનો સહિત સ્થળ પર તપાસ શરૂ કરાઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Bharatsinh Chauhan is a senior journalist based in kutch having 18+ years experience.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.