બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / વિદ્યાર્થીનીઓને 5 થી 50,000 રુપિયા સુધીનો લાભ થઈ શકે, જાણી લો સરકારની આ યોજના
Last Updated: 01:46 PM, 27 October 2025
રાજસ્થાન સરકારે દીકરીઓના શિક્ષણ અને વિકાસને પ્રોત્સાહિત કરવા માટે લાડો યોજના હેઠળ ઘણી નવી વ્યવસ્થાઓ શરૂ કરી છે. આ યોજના અંતર્ગત સરકારી અને ખાનગી વિદ્યાલયમાં ભણતી દીકરીઓને પ્રોત્સાહન રાશિ શાળા દર્પણ પોર્ટલના માધ્યમથી આપવામાં આવશે. પ્રારંભિક શિક્ષણ પંચાયતી રાજ વિભાગે આના માટે આદેશ પણ આપી દીધા છે. જૂની રાજશ્રી યોજનાનું નામ હવે બદલીને લાડો યોજના કરી દેવાયું છે અને તેની હેઠળ યોગ્ય દીકરીઓને આવનારા હપ્તાનો લાભ પણ મળશે.
ADVERTISEMENT
યોજના હેઠળ પહેલો અને બીજો હપ્તાની ચુકવણી પોર્ટલની ડિટેલ અને IDના આધારે ટ્રેક કરવામાં આવશે. દીકરીઓના માતા પિતાને કોઈ પણ પ્રકારની અરજી કરવાની રહેશે નહીં. હપ્તો લેવા માટે રાજસ્થાન જન આધારકાર્ડ અને બેન્ક પાસબુક જરૂરી રહેશે. ત્રીજા અને છઠ્ઠા હપ્તાની ચુકવણી શાળા દર્પણ પોર્ટલના માધ્યમથી રાજકીય અથવા સરકાર દ્વારા માન્ય ખાનગી શાળામાં ભણતી દીકરીઓને કરવામાં આવશે.
ADVERTISEMENT
જિલ્લા શિક્ષણ અધિકારીના જણાવ્યા પ્રમાણે આ યોજના હેઠળ રાજ્યના તમામ જિલ્લામાંથી આઠ હજારથી વધુ દીકરીઓને હપ્તા આપીને લાભ આપવામાં આવશે. સાતમો હપ્તો, જે 50 હજાર રૂપિયાનો છે, દીકરીના સ્નાતક પુરુ કરવા અને 21 વર્ષની ઉંમર થાય ત્યારે બેન્ક ખાતામાં ઓનલાઈન જમા કરવામાં આવશે. આ રકમ દીકરીઓના ખાતામાં ટ્રાન્સફર કરાશે, જેનાથી પારદર્શિતા નક્કી થશે.
ADVERTISEMENT
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ખેડૂતો માટે આવ્યા આનંદના સમાચાર, સરકારે કરી મોટી જાહેરાત
ADVERTISEMENT
લાડો યોજનાનો હેતુ કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા અને તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો છે. આ યોજના માત્ર નાણાકીય સહાય પૂરી પાડતી નથી પરંતુ કન્યાઓના જન્મ અને રસીકરણ જેવા મહત્વપૂર્ણ સીમાચિહ્નોને પણ પ્રોત્સાહન આપે છે. સરકાર દ્વારા માન્ય શાળાઓમાં અભ્યાસ કરતી દીકરીઓને લાભ મળશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.