બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ખેડૂતો માટે આવ્યા આનંદના સમાચાર, સરકારે કરી મોટી જાહેરાત

ખેડૂતો માટે ખુશખબર / ખેડૂતો માટે આવ્યા આનંદના સમાચાર, સરકારે કરી મોટી જાહેરાત

Last Updated: 01:15 PM, 27 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

1 નવેમ્બરથી રાજ્યમાં ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી શરૂ થવાની છે. રાજ્ય સરકારે આ ખરીદી પ્રક્રિયા માટે અલગ-અલગ એજન્સીઓને જવાબદારી સોંપી છે

ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર છે. 1 નવેમ્બરથી રાજ્યમાં ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી શરૂ થવાની છે. રાજ્ય સરકારે આ ખરીદી પ્રક્રિયા માટે અલગ-અલગ એજન્સીઓને જવાબદારી સોંપી છે.

-નોડલ એજન્સીઓની નિમણૂકઃ ખરીદી કામગીરીને સુચારૂ બનાવવા માટે ત્રણ મુખ્ય નોડલ એજન્સીઓને નિયુક્ત કરવામાં આવી છે

-ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લિ. (ગુજકોમાસોલ)

-ઈન્ડીએગ્રો કન્સોર્ટિયમ પ્રોડ્યુસર કંપની લિમિટેડ, ગાંધીનગર

-ધ સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ કેસ્ટર ઓઈલ સીડ ગ્રોઅર્સ યુનિયન લિ.

આ સંસ્થાઓ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ખેડૂતો પાસેથી પાકની ખરીદી કરશે.

ખેડૂતોમાં ઉત્સાહ, નોંધણીમાં જોરદાર પ્રતિસાદ

ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. અત્યાર સુધીમાં કેટલા ખેડૂતોએ કયા પાક માટે નોંધણી કરાવી છે તે જોઇએ.

મગફળી માટેઃ 9,32,398

સોયાબીન માટેઃ 72,910,

અડદ માટેઃ 6,084,

મગ માટેઃ1,935

આ આંકડાઓ દર્શાવે છે કે ખેડૂતો ટેકાના ભાવે ખરીદી યોજનાથી સીધો લાભ લેવા ઉત્સુક છે.

આ પણ વાંચોઃ VIDEO : સિવિલ હોસ્પિટમાં જવાબદારી ભૂલ્યા ડૉક્ટર, સારવાને બદલે કામમાં જ વ્યસ્ત રહ્યા

સરકારનો ઉદ્દેશ્ય અને લાભ

રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય ખેડૂતોને તેમના ઉત્પાદનનો યોગ્ય ભાવ મળી રહે તે છે. ટેકાના ભાવે ખરીદી થવાથી બજારમાં ભાવ ઘટતા ખેડૂતોને નુકસાન ન થાય અને તેમની આવક સુરક્ષિત રહે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Announced Date MSP Procurement Gujarat Government
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ