ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / rajasthan congress sachin pilot and ashok chandna social media fights may increase congress tension

ટકરાવ / રાજસ્થાન કોંગ્રેસમાં સખળડખળ: સરકારની મુશ્કેલીઓ વધી, મંત્રીઓ સોશિયલ મીડિયા પર બાખડ્યા

Published By: Pravin

Last Updated: 09:52 AM, 18 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાન કોંગ્રેસમાં બધું બરાબર નથી, ત્યાં કોંગ્રેસ સરકારના મંત્રીઓને સોશિયલ મીડિયા પર બાખડી રહ્યા છે.

ADVERTISEMENT

  • રાજસ્થાન કોંગ્રેસમાં સખળડખળ થવા લાગી
  • રાજ્યના ખેલ મંત્રીએ સચિન પાયલટ પર કર્યા પ્રહાર
  • ટ્વિટ કરીને ખરીખોટી સંભળાવી દીધી

રાજસ્થાનમાં કોંગ્રેસની મુશ્કેલીઓ અટકવાનું નામ નથી લેતી. રાજ્યમાં ખેલ મંત્રી અશોક ચંદનાએ પોતાના એ ટ્વિટનો મતલબ બતાવ્યો છે, જેને આ અઠવાડીયે તેમણે પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટને ટાર્ગેટ કરતા કર્યું હતું. સાથે જ તેમણે આરોપ લગાવ્યો હતો કે, 2020થી જ પાયલટના સમર્થક તેમને સોશિયલ મીડિયા પર ગાળો આપી રહ્યા છે. 

તેમણે જણાવ્યું હતું કે, મારા ટ્વિટથી એ મતલબ હતો કે, જો અમારા સમર્થક આપ (સચિન પાયલટ) પર જૂતા અને ચપ્પલ ફેંકે છે, જેમ આપ આપના સમર્થકોને કરવા દો છો, તો રાજનીતિથી બહાર થવાનું નિશ્ચિત છે. આપણામાંથી કોઈ એક બચશે, અથવા તો કોઈ નહીં. સોમવારે, ગુર્જર નેતા કર્નલ કિરોડી સિંહ બૈંસલાના અસ્થિ વિસર્જનના અવસર પર આયોજીત એક કાર્યક્રમ દરમિયાન કથિત રીતે પાયલક સમર્થક દ્વારા હિંડોલી ધારાસભ્ય અને ગહલોત સરકારમાં ખેલ મંત્રી પર જૂતા ફેંક્યા હતા.

તો બની જશે મુખ્યમંત્રી

ત્યાર બાદ અશોક ચંદનાએ ટ્વિટ કર્યું હતું કે, મારા પર જૂતા ફેંકાવીને સચિન પાયલટ જો મુખ્યમંત્રી બને તો જલ્દી બની જાય, કારણ કે આજે મારુ લડવાનું મન નથી, જે દિવસ હું લડવા પર આવી ગયો તો પછી એક જ બચશે અને હું તેવું કરવા માગતો નથી. જો કે સચિન પાયલટે તેમના ટ્વિટનો કોઈ જવાબ આપ્યો નથી. એ પણ વાત છે કે, જે કાર્યક્રમમાં અશોક ચંદનાની સાથે આ ઘટના થઈ, તે કાર્યક્રમમાં સચિન પાયલટ હતા નહીં.

ચંદનાએ કહ્યું કે, તેમના સમર્થક બે વર્ષથી સોશિયલ મીડિયા પર મને ગાળો દેતા રહ્યા. 10-15 દિવસ પહેલા એક ધારાસભ્યે કહ્યું હતું કે, જે ગુર્જર કોંગ્રેસ સરકાર પાડવા માટે સચિન પાલયટ સાથે નહોતા, તે દેશદ્રોહી છે અને સમાજે તેમને સબક શિખવાડવો જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

Rajasthan Sachin Pilot Social Media ashok chandna congress rajsthan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ