ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / rahul gandhi said government is not paying attention to issue of unemployment

રાજકારણ / 8 ચિત્તા તો આવી ગયા, હવે બતાઓ 8 વર્ષમાં 16 કરોડ નોકરીઓ કેમ ન આવી ? રાહુલ ગાંધીએ PM મોદીને કર્યો સવાલ

Published By: Pravin

Last Updated: 09:17 AM, 18 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ દેશમાં વધતી મોંઘવારી અને બેરોજગારીને લઈને શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો હતો.

ADVERTISEMENT

  • રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર કર્યા પ્રહારો
  • કોંગ્રેેેસે કહ્યું ભારત જોડો યાત્રાથી ધ્યાન ભટકાવવા માટે તમાશો કર્યો
  • ચિત્તા પ્રોજેક્ટને લઈને રાહુલ ગાંધીએ કર્યું ટ્વિટ

કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ દેશમાં વધતી મોંઘવારી અને બેરોજગારીને લઈને શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય ઉદ્યાનમાં નામીબિયાથી લાવેલા ચિત્તાને છોડવાની જગ્યાએ પોતાનું ધ્યાન બેરોજગારી સંકટ અને જરુરી વસ્તુઓના ભાવ વધારા સાથે જોડાયેલા મુદ્દાના સમાધાન પર લગાવવું જોઈએ. કેરલના હરિપાઠમાં ભારત જોડા યાત્રા દરમિયાન રેલીને સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર નાના અને મધ્યમ વેપારીઓ, ખેડૂતો અને મજૂરો પર સુનિયોજીત રીતે અટેક કરી રહી છે. 

તેમણે કહ્યું કે, બે અથવા ત્રણ ઉદ્યોગપતિ દેશની તમામ સંપત્તિને કંટ્રોલ કરી રહ્યા છે. તે કોઈ પણ બિઝનેસમાં પ્રવેશ કરી શકે છે અને કોઈ પણ બિઝનેસને ખતમ કરી શકે છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું છે કે, આઠ ચિત્તા તો આવી ગયા, હવે બતાઓ, આઠ વર્ષમાં 16 કરોડ રોજગાર કેમ ન આવ્યા ? યુવાનોનો છે આ લલકાર, લઈને રહેશે રોજગાર. તેમણે કહ્યું કે, છેલ્લા આઠ વર્ષમાં ફક્ત સાત લાખ લોકોને રોજગાર આપવામાં આવ્યા, જ્યારે મોદી સરકારે દર વર્ષે બે કરોડ લોકોને રોજગાર આપવાનું વચન આપ્યું હતું.

આ બાજૂ પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, રાષ્ટ્રીય મુદ્દાને દબાવવા અને કોંગ્રેસની ભારત જોડો યાત્રાથી ધ્યાન ભટકાવવા માટે આ બધો તમાશો થઈ રહ્યો છે. તેમણે ટ્વિટ કર્યું કે, પ્રધાનમંત્રી શાસનમાં નિરંતરતાને કદાચ ક્યારેય સ્વિકાર કરી શકશે નહીં.ચિત્તા પ્રોજેક્ટ માટે 25 એપ્રિલ 2010ના રોજ મારી કેપટાઉન યાત્રા તેનું ઉદાહરણ છે. આજે પ્રધાનમંત્રી કારણ વગરનો તમાશો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, 20096-11 દરમિયાન જ્યારે વાધને પ્રથમ વાર પન્ના સરિસ્કામાં ટ્રાંફસર કર્યા ત્યારે કેટલાય લોકોએ આશંકાઓ વ્યક્ત કરી રહ્યા હતા. તે બધા ખોટા સાબિત થયા.

 

સંકળાયેલા મુદ્દાઓ

PM modi UnEmployment cheetah project congress rahul gandhi congress

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ