બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / Police action in Cyrus Mistry case, the biggest ever against a car driver

કાર્યવાહિ / સાયરસ મિસ્ત્રી કેસમાં પોલીસ એક્શનમાં, કાર ચાલક સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી

Vishal Khamar

Last Updated: 09:07 PM, 5 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

4 સપ્ટેમ્બરે પાલઘર પાસે અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીનું મૃત્યુ થયું હતું. પાલઘર પોલીસના જણાવ્યા અનુસાર, આ માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ અનાહિતા પંડોલ હજુ પણ ICUમાં છે અને તેની સારવાર ચાલી રહી છે.

  • બે મહિના પહેલા ઉધોગપતિ સાયરસ મિસ્ત્રીનુ અકસ્માતમાં થયું હતું નિધન
  • પોલીસે ડેરિયસ પંડોલેના નિવેદનના આધારે ગુનો નોધ્યો
  • પોલીસે કાર ચલાવી રહેલ અનાહિતા પંડોલે સામે ગુનો નોંધ્યો

જાણીતા ઉધોગપતિ સાઈરસ મિસ્ત્રીની મોત મામલે પાલઘર પોલીસે બે મહિના બાદ ફરિયાદ નોંધી છે. ત્યારે આ મામલે અકસ્માત દરમ્યાન કાર ચલાવી રહેલ અનાહિતા પંડોલે વિરુધ્ધ IPC કલમ 304(એ) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરી છે. પાલઘર પોલીસના જણાવ્યા મુજબ આ અકસ્માતની ગંભીર રીતે ઘાયલ થયેલ અનાહિતા પંડોલ હજુ પણ આઈસીયુ દાખલ છે.  સાઈરસ મિસ્ત્રીની 2 મહિના પહેલ 4 સપ્ટેમ્બરના રોજ પાલઘર પાસે માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યું છે. જ્યારે આ કેસમાં અનાહિતાના પતિ ડેરિયર પંડોલેનાં નિવેદનના આધારે પોલીસે અનાહિતા પંડોલે વિરુધ્ધ ગુનો નોંધ્યો છે.

પાલઘર કે એસીપી બાલાસાહેબ પાટીલે જાણકારી આપતા જણાવ્યું કે 4 સપ્ટેમ્બરનાં રોજ કાસા વિસ્તારમાં જે અકસ્માત થયો. તેની તપાસમાં કેટલાક પુરાવા મળ્યા છે.જેના આધાર પર કાર ચાલક ર્ડા.અનાહિતા પંડોલે વિરુધ્ધ IPC કલમ 304(એ), 279. 336, 338 મુજબ ગુનો નોધવામાં આવ્યો છે. અને હજુ તપાસ ચાલી રહી છે.

ત્યારે ટાટા સન્સના પૂર્વ ચેરમેન 54 વર્ષીય સાયરસ મિસ્ત્રી 4 સપ્ટેમ્બરે બપોરે તેમના મિત્ર જહાંગીર પંડોલે અને અન્ય બે અન્ય લોકો સાથે ગુજરાતથી મુંબઈ પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની કાર સૂર્યા નદી પરના પુલ સાથે અથડાઈ હતી. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ડિવાઈડર સાથે કાર અથડાઈ હતી.  આ અકસ્માતમાં કારમાં પાછળ બેઠેલા મિસ્ત્રીનું મોત થયું હતું.

આ દરમિયાન ગાયનેકોલોજિસ્ટ ડૉ. અનાહિતા પંડોલે (55 વર્ષ) કાર ચલાવી રહ્યા હતા અને તેમના પતિ ડેરિયસ પંડોલે (60) પણ આગળ બેઠા હતા, જે બચી ગયા હતા. જોકે આ અકસ્માતમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મિસ્ત્રીના પીએમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે કાર અકસ્માતમાં તેમને ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું.

 

સંકળાયેલા મુદ્દાઓ

Anahita Pandole Cyrus Mistry Tata Group અનાહિતા પંડોલે ટાટા ગ્રુપ સાયરસ મિસ્ત્રી Mumbai
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ