ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Poisonous chemical found in well-known brands, there is a risk of cancer by applying this bandage

રિપોર્ટ / ઘા પર બેન્ડેજ લગાવશો તો કેન્સરનો ખતરો, જાણીતી બ્રાન્ડસમાં મળી આવ્યુ ઝેરીલુ કેમિકલ

Published By: Dinesh Chaudhary

Last Updated: 08:35 PM, 6 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘા પર લગાવાતી બેન્ડેજ પર એક સ્ટડી કરવામાં આવતા ચોંકાવનારો ખુલાસો થયો છે. જેના ઉપયોગથી કેન્સર જેવા રોગ થવાની પણ સંભાવના હોવાનું સામે આવ્યુ છે.

ADVERTISEMENT

એક ચોંકાવનારી સ્ટડી સામે આવી છે જેમાં ઘા રૂઝાવવા માટે લગાવવામાં આવતી બેન્ડેજથી ખતરનાક બીમારીઓ થવાની શક્યતા હોવાનું ખુલ્યુ છે. જેમાં અનેક કંપનીઓની બેન્ડેજ પર સ્ટડી કરવામાં આવી હતી. ક્યૂરાડ અને બેંડ એડ જેવી બ્રાન્ડની બેન્ડેજમાં પણ હાનીકારક માત્રામાં ફોરેવર કેમિકલ(ફ્લોરીન) કે PFAS મળી આવ્યુ છે.

કન્ઝ્યૂમર અને એન્વાયરમેન્ટ હેલ્થ પર નજર રાખનારી સંસ્થા Mamavation and Environmental Health Newsની સ્ટડીમાં આ ચોંકવનારો ખૂલાસો થયો છે. આ સંસ્થાએ 18 અલગ અલગ બ્રાન્ડની 40 બેન્ડેજનું ટેસ્ટ કરવામાં આવી હતી. જેમાંથી 26માં કેમિકલની માત્રા મળી આવી હતી. આ સ્ટડી માટે સંસ્થાએ EPA સર્ટિફાઈડ લેબનો ઉપયોગ કર્યો હતો. જેમાં PFAS સબ્સેટેંસની તપાસ કરાઈ હતી.

બેન્ડેજમાંથી મળી આવેલ PFASથી અનેક પ્રકારની સ્વાસ્થ્યની સમસ્યાઓ થઈ શકે છે. જેનાથી રીપ્રોડક્શન, ઓબેસિટી અને અનેક પ્રકારના કેન્સર પણ થઈ શકે છે. આ PFAS જો આપણા હેલ્થી ટિશ્યુમાં ભળી જાય તો પછી તે માણસના શરીરના ઈમ્યુન સિસ્ટમ, લિવર, કિડની સહિતના અંગોને નુકસાન પહોંચાડે છે.

વાંચવા જેવું: માપમાં રહેજો! ઉનાળામાં વધારે પડતું પાણી પી પી ન કરતાં નહીં તો..,જાણો કેટલું પાણી પીવું હિતાવહ?

સ્ટડીમાં આ બ્રાન્ડમાંથી મળી આવ્યુ ફ્લોરીન
Mamavation and Environmental Health News દ્વારા કરવામાં આવેલી સ્ટડીમાં અનેક બ્રાન્ડની બેન્ડેજ પર ખતરનાક ફ્લોરીન મળી આવ્યુ હતુ. જેમાં બેંડ એડ, કેયર સાયન્સ, ક્સૂરાડ, ફર્સ્ટ હની,અપ એન્ડ અપ, સોલિમો, સૂવીએસ, રાઈટ એડ જેવી બ્રાન્ડ સામેલ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Bandage Chemical study નવી સ્ટડી બીમારીઓ બેન્ડેજ study

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ