ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / pm modi birthday took a dig at the unity of opposition nitish kumar no vacancy for post of pm

રાજકારણ / 2024 તો શું 2029માં પણ PM પદની વેકેન્સી નથી, વિપક્ષે 2034ની તૈયારી કરવી જોઈએ: જોઈ લો કોણે આપ્યું છે આવું સ્ફોટક નિવેદન

Published By: Pravin

Last Updated: 06:03 PM, 17 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 72માં જન્મદિવસને ભારતીય જનતા પાર્ટી સાથે એનડીએમાં સામેલ થયેલા દળ પણ મનાવી રહ્યા છે. આ જ ક્રમમાં રાષ્ટ્રીય લોકજનશક્તિ પાર્ટીએ પણ પીએમ મોદીનો જન્મ દિવસ ઉજવ્યો હતો.

ADVERTISEMENT

  • પીએમ મોદીનો આજે 72મો જન્મ દિવસ
  • ભાજપના સાથી પક્ષોએ પણ જન્મદિવસ ઉજવ્યો
  • લોકજનશક્તિ પાર્ટીના અધ્યક્ષે આપ્યું મોટુ નિવેદન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 72માં જન્મદિવસને ભારતીય જનતા પાર્ટી સાથે એનડીએમાં સામેલ થયેલા દળ પણ મનાવી રહ્યા છે. આ જ ક્રમમાં રાષ્ટ્રીય લોકજનશક્તિ પાર્ટીએ પણ પીએમ મોદીનો જન્મ દિવસ ઉજવ્યો હતો. રાલોજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા સેન્ટ્રલ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રી પશુપતિ કુમાર પારસે શનિવારે પાર્ટી કાર્યકર્તાઓ સાથે નરેન્દ્ર મોદીની તસ્વીર સામે 72 પાઉન્ડનો કેક કાપીને ધૂમધામથી ઉજવ્યો હતો. આ અવસરે પશુપતિ કુમાર પારસે પ્રધાનમંત્રીના લાંબા અને દીર્ઘાયુ આયુષ્યની કામના કરી અને કહ્યું કે, અમે લોકો ઈચ્છીએ છીએ કે, પ્રધાનમંત્રી મોદી 100 વર્ષથી પણ વધારે જીવન જીવે.

પશુપતિ પારસે કહ્યું કે, અમે તો સાક્ષાત પૃથ્વી પર ભગવાનના દર્શન નથી કર્યા, પણ પ્રધાનમંત્રી મોદી સાક્ષાત ભગવાનના બીજા સ્વરુપ છે. તેમણે પોતાનું સમગ્ર જીવન દેશનો વિકાસ અને દેશવાસીઓના કલ્યાણ માટે સમર્પિત કરી દીધું છે. પશુપતિ પારસે વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે, દેશમાં વિપક્ષ ટુકડે ટુકડે વહેંચાયેલો છે. વિપક્ષ ક્યારેય એકજૂટ થઈ શકશે નહીં. વિપક્ષમાં ઢગલાબંધ પીએમ પદના ચહેરા છે. આ બધાયે પ્રધાનમંત્રી બનવા માટે સપના જોઈ રહ્યા છે.

2029 સુધી પ્રધાનમંત્રી પદ માટે દેશમાં કોઈ વેકેન્સી નથી-પશુપતિ પારસ

રાલોજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ પશુપતિ કુમાર પારસે દાવો કરતા કહ્યું કે, વિપક્ષ 2024ની વાત કરી રહ્યું છે, પણ હું કહું છું કે, 2029 સુધી પ્રધાનમંત્રી પદ માટે દેશમાં કોઈ વેકેન્સી ખાલી નથી. તેમણે સીએમ નીતિશ કુમાર પર કટાક્ષ કરતા કહ્યું કે, નીતિશ કુમાર વિપક્ષને એ સલાહ આપે કે, વિપક્ષ 2024 કરવાની જગ્યાએ 2034ની લોકસભા ચૂંટણીની તૈયારી પર ધ્યાન આપે.

સંકળાયેલા મુદ્દાઓ

Nitish Kumar Pashupati kumar paras Pm modi birthday vacancy for post of pm PM Modi Birthday

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ