ન્યૂઝ અપડેટ્સ
8 ફોટો ગેલેરી
Last Updated: 02:41 PM, 21 September 2025
1/8
ટ્રમ્પ સરકારે H-1B વિઝા પ્રોગ્રામમાં ઐતિહાસિક ફેરફાર કર્યો છે, વિઝા ફી વધારીને $100,000 કરી છે અને પગારના માપદંડમાં પણ ફેરફાર કર્યો છે. આ પગલું ભારતીય IT કંપનીઓને સીધી અસર કરે છે. કારણ કે અમેરિકા આ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ બજાર છે. આ બધા વચ્ચે જીએસટી દરોમાં પણ આવતીકાલથી ફેરફાર થશે. એ બધાની અસર આવતીકાલે શેર બજારમાં જોવા મળશે. આવતીકાલે શેરબજારમાં હલચલ જોવા મળશે અને આ શેરોમાં ભારે તેજી પણ જોવા મળી શકે છે.
2/8
કંપનીએ તેના નવીનીકરણીય ઊર્જા વ્યવસાયના વિસ્તરણ માટે બે નવી પેટાકંપનીઓ – અદાણી ઇકોજેન વન લિમિટેડ અને અદાણી ઇકોજેન ટૂ લિમિટેડની સ્થાપના કરી છે. કંપનીએ BSEને આપેલી ફાઇલિંગમાં જણાવ્યું કે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી રિન્યુએબલ એનર્જી હોલ્ડિંગ ઇલેવન લિમિટેડ (AREH11L) દ્વારા આ નવી કંપનીઓની સ્થાપના 19 સપ્ટેમ્બર, 2025ના રોજ કરવામાં આવી. આ પગલું ઊર્જા ક્ષેત્રમાં આ ગ્રુપની છાપ મજબૂત કરશે.
ADVERTISEMENT
3/8
કંપનીએ સ્ટોક એક્સચેન્જને જણાવ્યા મુજબ, તેને જર્મની સ્થિત કંપની તરફથી ચાર હાઇબ્રિડ બહુહેતુક જહાજોના નિર્માણ માટેનો $62.4 મિલિયનનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. આ કરારમાં જહાજોની ડિઝાઇન, બાંધકામ અને ડિલિવરીનો સમાવેશ થાય છે અને ઓર્ડર આગામી 33થી 42 મહિનામાં પૂર્ણ થવાનો છે. દરેક જહાજ 120 મીટર લાંબું અને 17 મીટર પહોળું હશે, જે એક સમયે 7,500 મેટ્રિક ટન કાર્ગો લઈ જઈ શકે છે. જોકે શુક્રવારે કંપનીના શેરમાં લગભગ 1%નો ઘટાડો નોંધાયો હતો.
4/8
પિરામલ એન્ટરપ્રાઇઝ લિમિટેડ (PEL) અને પિરામલ ફાઇનાન્સ લિમિટેડ (PFL) વચ્ચેનું વિલીનીકરણ 23 સપ્ટેમ્બર, 2025થી અમલમાં આવશે. કંપનીએ શનિવારે જાહેર કરેલી નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે રેકોર્ડ તારીખ 23 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. આ તારીખ બાદ PELના શેરોનું સ્ટોક એક્સચેન્જ પર ટ્રેડિંગ બંધ થઈ જશે.
ADVERTISEMENT
5/8
હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (HUDCO) એ દેશભરમાં ચાર બાંધકામ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા માટે NBCC (ઇન્ડિયા) લિમિટેડ સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર 19 સપ્ટેમ્બર, 2025ના રોજ નવી દિલ્હીમાં HUDCOના CMD સંજય કુલશ્રેષ્ઠ અને NBCCના CMD કેપી મહાદેવ સ્વામીની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યો હતો. MoU હેઠળના પ્રોજેક્ટ્સ ઉત્તર પ્રદેશ, હરિયાણા, ગુજરાત અને દિલ્હીમાં અમલમાં મૂકાશે.
6/8
ADVERTISEMENT
7/8
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ