ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સેલરીમાંથી PF કપાય છે, પરંતુ એકાઉન્ટમાં જમા થાય છે કે નહીં, આ રીતે કરો ચેક
6 ફોટો ગેલેરી
Last Updated: 04:45 PM, 16 November 2026
1/6
સેલરીમાંથી દર મહિને PF કપાત થતી જોતાં ઘણા કર્મચારીઓ એમ માની લે છે કે તેમનું પૈસા સુરક્ષિત રીતે EPF ખાતામાં જમા થઈ રહ્યા છે. પણ હંમેશા એવું હોતું નથી. અમુક વાર કંપની સેલરીમાંથી રકમ કાપી લે છે છતાં તે સમયસર કે પૂરી રકમ કર્મચારીના પ્રોવિડન્ટ ફંડ ખાતામાં જમા કરતી નથી. આવી ગડબડીને કારણે રિટાયરમેન્ટની બચતમાં ખામી રહી જાય છે અને કર્મચારીને તેની ખબર પણ નથી પડતી.
2/6
ADVERTISEMENT
3/6
જેમાં તમે પોતે જ તમારા PF ખાતાનું સ્ટેટ્સ ચેક કરી શકો છો. EPFOનું મેમ્બર પાસબુક પોર્ટલ આ કામમાં મદદ કરે છે. જેમાં સૌપ્રથમ EPFOની ઓફીશીયલ પાસબુક વેબસાઇટ પર જાઓ, તમારું UAN અને પાસવર્ડ દાખલ કરીને લોગિન કરો. લોગિન બાદ તમારી મેમ્બર ID દેખાશે. સંબંધિત કંપનીની મેમ્બર ID પસંદ કરીને પાસબુક ખોલો. તેમાં દર મહિને જમા થયેલી રકમનો વિગતવાર હિસાબ મળશે. હવે તમારી સેલરી સ્લિપમાં દર્શાવેલી PF કપાત સાથે આ રકમની સરખામણી કરો.
4/6
પાસબુકમાં કર્મચારીનું યોગદાન, કંપનીનું યોગદાન અને પેન્શન ખાતાની રકમ અલગ-અલગ દેખાય છે. જેમાં માત્ર કુલ બેલેન્સ જોઈને સંતોષ ન માનો. દરેક મહિનાની એન્ટ્રી પણ ચકાસો. જો તમે અનેક કંપનીઓમાં કામ કર્યું હોય તો એક જ UAN હેઠળ અલગ-અલગ મેમ્બર ID હોઈ શકે છે. આથી જૂની અને વર્તમાન બંને કંપનીઓની એન્ટ્રી જોવી જરૂરી છે.
ADVERTISEMENT
5/6
જો કપાત અને જમા રકમમાં તફાવત જણાય તો EPFOના ઓનલાઇન ફરિયાદ પોર્ટલ EPFiGMS પર ફરિયાદ નોંધાવી શકાય છે. જેમાં https://epfigms.gov.in/ પર જઈને “Register Grievance” પર ક્લિક કરો, PF Member વિકલ્પ પસંદ કરો, UAN દાખલ કરીને વેરિફિકેશન પૂરું કરો. કયા મહિનાની કપાત ખાતામાં નથી પહોંચી તે સ્પષ્ટ લખો અને સેલરી સ્લિપ તથા પાસબુક જેવા ડોક્યુમેન્ટ અપલોડ કરો. ફરિયાદ સબમિટ કર્યા બાદ મળતો રજિસ્ટ્રેશન નંબર સાચવી રાખો. જેથી સ્ટેટસ ટ્રેક કરી શકાય. જરૂર પડે તો સંબંધિત EPFO કાર્યાલયમાં લેખિત ફરિયાદ પણ કરી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ