બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / PF એકાઉન્ટધારક છે રૂ. 7,00,000 સુધીના વીમા કવરના હકદાર! સમજો કેલ્ક્યુલેશન

જાણવા જેવું / PF એકાઉન્ટધારક છે રૂ. 7,00,000 સુધીના વીમા કવરના હકદાર! સમજો કેલ્ક્યુલેશન

Published By: Nirav Kumar

Last Updated: 05:43 PM, 27 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે લોકોનું PF કપાતું હોય તેમના માટે EPFO કર્મચારીઓના હિતોનું રક્ષણ કરવા માટે એક યોજના ચલાવે છે. જેની જાણ ખુબ ઓછા લોકોને છે. જેમાં 7,00,000 રૂપિયા સુધીનો વીમો મળે છે.

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન(EPFO)માં સેકન્ડો લોકોના એકાઉન્ટ છે. જેમાં નિવૃત્તિ બાદ એક રકમ કે પેન્શન મળે છે. પરંતુ તેમાં એક એવો લાભ પણ મળે છે જેના વિશે મોટાભાગના કર્મચારીઓ જાણતા નથી. આ લાભમાં 7 લાખમાં રૂપિયા સુધીનો મફત જીવન વીમો સામેલ છે. જો તમે EPF સભ્ય હોવ તો તમને EPFOની આ યોજના હેઠળ આવરી લેવામાં આવે છે જે તમારા પરિવારને આર્થિક સુરક્ષા પૂરી પાડે છે. આ લાભને કર્મચારી ડિપોઝિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ (EDLI) યોજના કહેવાય  છે. તેમાં કર્મચારીના પગારમાંથી એક પણ પૈસો કાપવામાં આવતો નથી. આ વીમો કંપની દ્વારા ઉઠાવવામાં આવે છે.

  • શું છે EDLI યોજના ?
    એમ્પ્લોયી ડિપોઝિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ (EDLI) એ  EPFO દ્વારા તેના તમામ સભ્યોને ઓફર કરવામાં આવતી જીવન વીમા પૉલિસી છે. આ EPF અને EPS સાથે મળતો ત્રીજો મુખ્ય લાભ છે. તે તમારા PF એકાઉન્ટ સાથે લિંક હોય છે. જ્યાં સુધી તમે EPFના એક્ટિવ સભ્ય હોવ ત્યાં સુધી તમે આ વીમાના દાયરામાં આવો છો.
  • તમારે પૈસા ભરવા પડે છે?
    અમુક લોકોને એવું લાગશે કે જો આ વીમો છે તો તેનું પ્રીમિયમ પણ હશે, પરંતુ એવું નથી. આ યોજના માટેનો પ્રીમિયમ તમારી કંપની એટલે કે એમ્પ્લોયર દ્વારા ચૂકવવામાં આવે છે. જેમાં એમ્પ્લોયર દર મહિને તમારા પગારના 0.5% (બેઝિક + DA) EDLI યોજનામાં ભરે છે. તેમાં કર્મચારીના પગારમાંથી કોઈ કપાત થતી નથી. આ યોજના સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓને સામાજિક સુરક્ષા કવર પૂરું પાડવા માટે શરૂ કરાઈ  હતી.
  • ક્યારે મળે છે રકમ?
    આ વીમા કવર કર્મચારીના તેમના નોકરી દરમિયાન મૃત્યુ પર એક્ટિવ થાય છે. એટલે કે, જો કોઈ કર્મચારી કમનસીબે નોકરી દરમિયાન મૃત્યુ પામે (ઓફિસમાં, ઘરે કે રજા પર) તો વીમા રકમ તેમના પરિવાર કે નોમિનીને આપવામાં આવે છે. આ યોજનામાં મિનિમમ રકમ 2.5 લાખ રૂપિયા છે અને મેક્સિમમ રકમ 7 લાખ રૂપિયા છે.
  • કેવી રીતે નક્કી થાય છે રકમ?
    આ રકમ કર્મચારીના છેલ્લા 12 મહિનાના પગાર અને તેમના PF ખાતામાં રહેલા બેલેન્સના આધારે નક્કી થાય છે. આ યોજનાનો લાભ એ દરેક કર્મચારીને મળે છે જેમનું PF કાપવામાં આવે છે. તમે કાયમી કર્મચારી કે કોન્ટ્રાક્ટ કર્મચારી હોવ તેનાથી કોઈ ફરક પડતો નથી. જો તમારી પાસે PF એકાઉન્ટ હોય તો તમે EDLI ના સભ્ય ગણાવ છો. ઉલ્લેખનીય છે કે, આ યોજના આસામમાં ચાના બગીચાના કર્મચારીઓને લાગુ પડતી નથી, તેમના માટે અલગ જોગવાઈઓ છે.
  • કંપનીની બેદરકારી અંગે કયા છે નિયમો ?

EPFOએ કર્મચારીઓના હિતોનું રક્ષણ કરવા માટે આ યોજના અંગે કડક નિયમો બનાવ્યા કર્યા છે. જેમાં દરેક કર્મચારી માટે 0.5% EDLI યોગદાન સમયસર જમા કરાવવાની જવાબદારી એમ્પ્લોયરની છે. જો કોઈ એમ્પ્લોયર આમ કરવામાં નિષ્ફળ જાય તો તેમને દર મહિને 1% દંડ ભરવો પડે છે. એમ્પ્લોયરને આ દંડ પોતાના ખુદ ભરવો પડે છે, તેને તેઓ કર્મચારી પાસેથી વસૂલી શકતા નથી.

vtv app promotion
  • આ સંજોગોમાં છૂટ
    પરંતુ જો કંપની ગંભીર આર્થીક કટોકટીનો સામનો કરી રહી હોય કે કોઈ મોટી મેનેજમેન્ટ સમસ્યાઓ હોય તો બોર્ડ આ દંડ ઘટાડી કે માફ કરી શકે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે કર્મચારીના પરિવારને જરૂરિયાતના સમયે આર્થિક  સહાય મેળવવામાં કોઈ અવરોધનો સામનો  કરવો ન પડે. જેમાં નોમિની કે  કાનૂની વારસદાર દ્વારા ક્લેમ પર વીમાની રકમ 20 દિવસમાં ચૂકવવાની હોય છે.
  • 7 લાખ કેવી રીતે મળે?
    જો તમને સવાલ થતો હોય કે,  7 લાખ રૂપિયાની મેક્સિમમ રકમ કેવી રીતે નક્કી થાય છે? તો આ વીમા રકમની ગણતરી બે ભાગમાં કરાય છે. જેમાં પહેલો હિસ્સો કર્મચારીના છેલ્લા 12 મહિનાના એવરેજ માસિક પગાર પર આધારિત હોય છે, અને બીજો હિસ્સો તેમના PF એકાઉન્ટમાં જમા કરાયેલ રકમ પર આધારિત હોય છે.

વધુ વાંચો : માત્ર 2 જ વર્ષમાં મળશે રૂ. 60,000નું ફિક્સ વ્યાજ, પોસ્ટ ઓફિસની જોરદાર સ્કીમ

  • કેવી રીતે થાય છે ગણતરી ?
    તેની ગણતરી આ મુજબ થાય છે. જેમાં (છેલ્લા 12 મહિનાનો એવરેજ માસિક પગાર x 35) + ( PF એકાઉન્ટના બેલેન્સના 50%) રીતે થાય છે. ઉલ્લેખનીય છે કે, એવરેજ માસિક પગારની ગણતરી માટેની મેક્સિમમ લિમિટ 15,000 રૂપિયા છે. આ રીતે PF બેલેન્સવાળા હિસ્સાની મેક્સિમમ લિમિટ 1.75 લાખ રૂપિયા છે. આમ (15,000 x 35) = 5,25,000 + 1,75,000 = 7,00,000 રૂપિયા થાય છે. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PF Account EDLI Schem EPFO

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ